________________
ગાથા-૬
૩ ચિત્યવંદનવિધિ-પંચાશક
: ૧૮૭ :
મોક્ષમાર્ગx. મોક્ષમાર્ગને અનુસરે તે માર્ગોનુસારી. માર્ગોનુસારી જીવ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી સ્વાભાવિક રીતે જ મોક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ કરે છે. આ ગુણના ભાવને સમજવા આપણે એક દષ્ટાંત વિચારીએ.
એક માણસ એકલો જગલમાં ગયો. ત્યાં તેની બંને આંખો ફુટી જવાથી તે આંધળો બની ગયો. હવે તેણે શહેર તરફ ચાલવા માંડયું. આંધળો માણસ જંગલમાંથી સીધા રસ્ત શહેરમાં આવી જાય એ તદ્દન અશક્ય તે ન જ કહે વાય, પણ શક્ય તે ખરું જ. પણ આ માણસ માટે એ સુશક બની ગયું. તે સીધા રસ્તે સીધે શહેરમાં આવી ગયો. રસ્તામાં કાંટા-કાંકરા પણ ન નડયા. આનું શું કારણ? આનું કારણ એ જ કે તેનું પુણ્ય પ્રબળ હતું પ્રબળ સાતા વેદનીય કર્મ તેની સહાયમાં હતું. પ્રબળ સાતા વેદનીય કમને ઉદય હોય તે અસાતાનાં કારણે ઉપસ્થિત થતા નથી. અહીં જેમ આંધળે માણસ તકલીફ વિના જંગલમાંથી શહેરમાં આવી ગયો, તેમ ભવરૂપ અટવીમાં પડેલો માર્ગો નુસારી જીવ વિશેષધરૂપ ચક્ષુથી રહિત હોય તે પણ હિંસાદિ પાપના ત્યાગથી સીધે મોક્ષમાર્ગે ચાલે છે=મોક્ષને અનુ
* આગમક્ત અને ઘણા સંવિગ્ન ગીતાર્થોએ આચરેલા એ બંને પ્રકારના આચારે મોક્ષમાર્ગ છે. અર્થાત્ આગમમાં સ્પષ્ટ બતાવેલા આચારે તે મેક્ષમાર્ગ છે જ, પણ જે આચારે આગમમાં સાક્ષાત્ ન જણાવ્યા હોય, પણ ઘણા સંવિન ગીતાર્થોએ તેવા પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ આદિના કારણે સંયમદ્ધિકરી જે આચરણ કરી હેય તે પણ મોક્ષમાર્ગ છે. (ધવ ર. ગા૦ ૮૦ વગેરે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org