________________
કે ૧૮૪ ૯
૩ ચિત્યવદનવિધિ—પંચાશક
ગાથા-૪
-
-
અપુનબંધકનું લક્ષણ -
पावं न तिव्वभावा, कुणइ ण बहु मण्णई भवं घोरं । उचियदिई च सेवइ, सम्वत्थ वि अपुणबंधोत्ति ॥४॥
અપુનબંધક જીવ હિંસાદિ પાપ તીવ્રભાવથી–ગાઢ સંકિલષ્ટ પરિણામથી ન કરે, ભયંકર સંસાર ઉપર બહુમાન ન રાખે, દેશ-કાલ આદિ સં યોગની અપેક્ષાએ દેવ, ગુરુ, અતિથિ, માતા-પિતા આદિ બધા વિશે ઔચિત્યનું પાલન કર=દેવાદિને અનુરૂપ સેવા-ભક્તિ કરે.* આ પ્રશ્ન - અપુનબંધક તીવ્રભાવથી પાપ ન કરે તેનું શું કારણ?
ઉત્તર- અત્યંત પ્રબળ મિથ્યાત્વ આદિ કર્મોના શોપશમથી આત્મામાં અમુક પ્રકારની નિર્મલતા થઈ હોવાથી અપુનબંધક જીવ તીવ્રભાવથી પાપ ન કરે. તેવા પ્રકારના કર્મના ઉદયથી પાપ કરે, પણ મંદભાવથી કરે,
પ્રશ્ન - અપુનબંધકને સંસાર ઉપર બહુમાન કેમ ન હોય ઉત્તર – તેને ભવની ભયાનકતાનું ભાન થઈ ગયું હોય છે.
અપુનબંધક જીવ માર્ગનુસારપણાની સંમુખ હેવાથી તેનામાં આ ગુણે સ્વાભાવિક હોય છે.
પ્રશ્ન- અપુનબંધકમાં ગુણે સ્વાભાવિક હોય છે એ બરોબર, પણ માર્ગાનુસારીપણાની સંમુખ અવસ્થા સ્વાભાવિક હોય છે કે કોઈના ઉપદેશથી–પ્રેરણાથી આવે છે ?
+ उचितस्थितिम्-अनुरूपप्रतिपत्तिम् । જ . શ. ગા. ૧૩, ઉ. ૨. ગા. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org