SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩ ૩ ચેત્યવંદનવિધિ—પંચાશક : ૧૮૩ . ઉલ્લાસથી કરે તે તે વંદન જઘન્ય, મધ્યમ ઉલ્લાસથી કરે તો તે વંદન મધ્યમ, અને ઉત્કૃષ્ટ ઉલ્લાસથી કરે તે તે ઉત્કૃષ્ટ છે. આ પ્રમાણે અવિરત, દેશવિરત અને સર્વવિરતમાં પણ સમજવું. [બીજી ગાથામાં જણાવેલ વંદનના ત્રણ પ્રકાર વંદનના પાઠના અ૫ અધિક પ્રમાણની અપેક્ષાએ છે. જ્યારે આ ગાથામાં જણાવેલ ત્રણ પ્રકાર પરિણામવિશુદ્ધિના અપઅધિક પ્રમાણની અપેક્ષાઓ છે. આ (ત્રીજી) ગાથામાં બે રીતે બતાવેલ ત્રણ પ્રકારમાં પહેલી રીતમાં અપુનબંધક આદિ ચારને આશ્રયીને પરિણામવિશુદ્ધિની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે. બીજી રીતમાં અપુનબંધક આદિ પ્રત્યેકને આશ્રયીને ઉ૯લાસની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે.) પ્રશ્ન - અહીં અપુનબંધક આદિ ચારને ત્રણ પ્રકારના વંદના હોય એમ કહ્યું છે તે શું સમૃદબંધક આદિને ન હોય? ઉત્તર- ના. કારણ કે શાસ્ત્રમાં (રાજ) સકૃબંધક, માર્ગાભિમુખ, માર્ગ પતિત અને તે સિવાયના બીજા પણું મિથ્યાષ્ટિને (ક) આ=ભાવથી ભેદવાળી વંદના ન હેય એમ કહ્યું છે. કારણ કે તે તેની યોગ્યતાથી રહિત છે. તેમને પાઠભેદવાળી વંદના હોય. (૩) જ બીજી ગાથામાં બતાવેલ ત્રણ પ્રકારની વંદના પાઠભેદને આશ્રયીને છે. ત્રીજી ગાથામાં બતાવેલ ત્રણ પ્રકારની વંદના ભાવભેદને આશ્રયીને છે. તેમાં સબંધક આદિને ભાવભેદવાળી વંદના ન હોય, પણ પાઠભેદવાળી વંદના હોય. અર્થાત ભાવ વિના સૂત્રો બાલવારૂપ ત્રણ પ્રકારની વદના હોય, પણ ભાવથી સૂત્રે બોલવારૂપ વંદના ન હોય, : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy