________________
ગાથા-૩૪ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક
: ૧૬૭ :
=
=
=
- “સ્વાધ્યાય વગેરે બીજા રોગોને નાશ ન થાય તે રીતે અવસરે વિવિપૂર્વક ધર્માચાર્ય આદિની સેવા વગેરે કરવું. દાન, દેવપૂજા, ગુરુસેવા, વગેરે શુભ કાર્યો કરવાં એ લે કોત્તરતાની સંપ્રાપ્તિ કહેવાય છે.” (૧૫) (૩)
મિથ્યાત્વપ્રતિક્રમણ, સમ્યક્ત્વસ્વીકાર અને આત્મનિવેદન આદિ રૂપ આ જિનદીક્ષાવિધિને કે શિષ્ય કરી શકે અને કેવા ગુરુ કરાવી શકે તેનું વર્ણન– जाणाइगुणजुओ खलु, णिरभिस्संगो पदत्थरसिगो य । इय जयइ न उण अण्णो, गुरू वि एयारिसो चेत्र ॥३४॥
- જે દીક્ષિત સમ્યજ્ઞાન, સમ્યકૂશ્રદ્ધા, ગુરુભક્તિ, સત્તર વગેરે ગુણોથી યુક્ત હોય, મિથ્યાષ્ટિના વ્યવહારમાં અને ધન અદિ બાહ્ય દ્રવ્યમાં નિઃસ્પૃહ હોય અને આગમમાં કહેલા દેવ-ગુરુ-જીવાદિત આદિ વિશે રુચિવાળ હોય તે જીવ આ રીતે= મિથ્યાત્વપ્રતિક્રમણ, સમ્યકત્વ સ્વીકાર અને આત્મનિવેદન કરવામાં પ્રવૃત્તિ કરે છે. આ ગુણેથી હિત છવ તેમાં પ્રયત્ન કરતો નથી. કારણ કે આ પ્રયત્ન જ્ઞાનાદિ ગુણેના યોગથી થઈ શકે છે. ગુરુ પણ એવા જ જોઈએ, અર્થાત્ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, શિક્ષા, અનુગ્રહબુદ્ધિ, સત્વ, અપ્રમત્તતા આદિ ગુણોથી યુક્ત, નિઃસંગ અને પદાર્થ રસિક જોઈએ. જે ગુરુ જ્ઞાનાદિ ગુણોથી રહિત હેય તે ઉક્ત વિધિ કરાવી ન શકે. સસંગ આસક્તિ યુક્ત હોય તે દીક્ષિતે કરેલા આત્મનિવેદનમાં ( =દીક્ષિત તથા તેના ધન-પુત્ર આદિ વિશે ) મમત્વ ભાવવાળા થવાથી દીક્ષિતની ભાવશુદ્ધિ થાય તે માટે જિનની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org