________________
: ૧૬૬ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૩૩
દેશ વગેરેમાં પ્રયત્ન કરો. અર્થાત્ તેને દાન, (દેવપૂજા) ગુરુસેવા, તપ વગેરે વિધિપૂર્વક કરવા પ્રેરણા કરવી, અને કુસંસર્ગ આદિથી દૂર રહેવા કહેવું.
દિક્ષિતના પરિણામે તેની આકૃતિ આદિથી જાણી શકાય છે. કહ્યું છે કે –
आकारैरिङ्गितैर्गत्या, चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारैश्च, गृह्यतेऽन्तर्गतं मनः ॥
“હદયના ભાવને જણાવનાર મુખાકૃતિ, ગતિ, શરીરની તેવી ચેષ્ટા, વચન અને નેત્રવિકારોથી માનસિક ભાવ જણાય છે.”
દાન અને ગુરુસેવા આદિ વિશે કહ્યું છે કેन्यायात्तं स्वल्पमपि हि, भृत्यानुपरोधतो महादानम् । दीनतपस्व्यादौ गुर्वनुज्ञया दानमन्यत्तु ॥ ५-१३ ।। एवं गुरुसेवादि च, काले सद्योगविघ्नवर्जनया । इत्यादि कृत्यकरणं, लोकोत्तरतत्त्वसंप्राप्तिः ॥५-१५॥
ન્યાયપાર્જિત ધનનું આશિત દુખી ન રહે તેની કાળજીપૂર્વક માતા-પિતા આદિ ગુરુજનની રજા લઈને ગરીબ, તપસ્વી આદિને થોડું પણ દાન આપવું એ મહાદાન છે, અન્યાયથી મેળવેલા ધનનું કે આશ્રિતે દુઃખી ન રહે તેની કાળજી વિના અથવા માતા-પિતા આદિ ગુરુજનની રજા વિના ઘણું પણ દાન દાન જ કહેવાય. અર્થાત્ આવું દાન મહાદાન ન કહેવાય, કિંતુ દાન કહેવાય. (૧૩) મક વિધિપૂર્વક દાનાદિના ઉપદેશ વિશે જુઓ છો. ૫ ગા. ૧૨થી૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org