________________
: ૧૫૪ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથો-૨૩થી ૨૪
અવાંતરજાતિના દેવેનો અમુક ચોકકસ રંગ હોય છે. જેમ કે અસુરકુમારે કાળા રંગના હોય છે. આ વિશેષતા આગમથી જાણી લેવી. (૨૧) સમવસરણમાં બીજા ગઢમાં સ૫-નાળીયે, હરણુ-સિંહ, ઘોડો, પાડો વગેરે તિર્યંચ પ્રાણીઓની સ્થાપના કરવી. ત્રીજા ગઢમાં દેના હાથી, મગર, સિંહ, મોર, કલહંસ વગેરેના જેવા આકારવાળા વાહનોની સ્થાપના કરવી. (૨૨) દીક્ષાથનું સમવસરણ પાસે આગમનઃ
रइयम्मि समवसरणे, एवं भत्तिविहवाणुसारेण । सुइभूओ उ पदेसे, अहिगयजीवो इहं एइ ॥२३॥
આ પ્રમાણે બહુમાનપૂર્વક પોતાની ઋદ્ધિ મુજબ સમવસરણની રચના કર્યા પછી દ્રવ્યથી અને ભાવથી પવિત્ર બનેલ દીક્ષાર્થી શુભ મુહૂર્ત સમવસરણ પાસે આવે. શરીરે ચંદનનું વિલેપન કરવું, વેતવસ્ત્રનું પરિધાન કરવું, આત્મરક્ષા નવકાર મંત્ર જેવી કોઈ પવિત્ર વિવાથી શરીરને સુરક્ષિત બનાવવું એ દ્રવ્યથી પવિત્રતા છે. માનસિક વિશુદ્ધિ ભાવથી પવિત્રતા છે. (૨૩) દીક્ષાથીને વિધિનું કથન –
भुवणगुरुगुणक्खाणा, तम्मी संजायतिव्वसद्धस्स । विहिसासणमाहेणं, तओ पवेसो तहिं एवं ॥२४॥
પછી તેની પાસે જિનેશ્વરદેવના રાગજય આદિ ગુણોનું વર્ણન કરવું. જિનેશ્વર ભગવાનના ગુણોના શ્રવણથી જિનેશ્વર ભગવાન પ્રત્યે તીવ્રશ્રદ્ધાળુ બનેલા તેને જિનદીક્ષાને સ્વીકાર કર્યા પછી જિનેશ્વરદેવ સિવાય અન્ય કે ઈ દેવને,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org