________________
ગાથા-૪ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૪૧
મસ્તક મુંડન આદિ બાહ્ય વેષ ધારણ કરવા રૂપ દીક્ષા છેલ્લા પુદ્ગલ પરાવર્તની પહેલાં પણ હોઈ શકે છે. પણ ચિત્તમુંડનરૂપ દીક્ષા તે અંતિમ જ પુલ પરાવમાં હોય છે.
અનંત ઉત્સર્પિણ અવસર્પિણી કાલને એક પુલ પરાવત થાય છે. કહ્યું છે કે
ओरालविउवियतेयकम्मभासाणुपाणुमणएहिं । जीवस्स सयलपोग्गलगहणद्धा थूलपरियट्टो ॥१॥ ओरालियाइएकेकमेयओ सव्यपोग्गलगणं । कालेण जेण सो पुण, भण्णति इह सुहुमपरियट्टो । २॥
સંસારમાં પરિભ્રમણ કરતે એક જીવ અનંતા ભવેમાં ચૌદ રાજલકમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં
દારિક, વૈક્રિય, તેજસ, કામણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મન- એ સાત પદાર્થો રૂપે ગ્રહણ કરી લે તેટલો કાળ એક બાદર (દ્રવ્ય) પુદ્ગલપરાવત છે.”(૧) “ચૌદ રાજલોકમાં રહેલા સર્વપુદ્ગલને જેટલા કાળમાં ઉક્ત સાત પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ રૂપે ગ્રહણ કરી લે તેટલો કાળ એક સક્ષમ (દ્રવ્ય) પુદ્ગલ પરાવર્ત છે.” (૨)
આ દ્રવ્ય પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ છે. ક્ષેત્ર, કાલ અને ભાવ પુદગલ પરાવર્તનું સ્વરૂપ પંચસંગ્રહ, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથાથી જાણું લેવું.
ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ બનતા જીવને અર્થાત્ ચઢતા પરિણામવાળા જીવને આ દીક્ષાની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે
૦ ૦ ૫ ગા૦ ૨ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org