________________
: ૧૪૨ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૫ થી ૭
वड़दंते परिणामे, पडिवज्जइ सो चउण्हमन्त्रयरं । एमेवऽवडियम्मि वि, हायंति न किंचि पडिवज्जे ॥
(વિશેષા ૨૭૪, આ. નિ. ૮૨૩) તે જીવ ચઢતા પરિણામ હોય ત્યારે સમ્યકત્વ સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એ ચારમાંથી કઈ એક સામાયિકને પામે છે, એ રીતે અવસ્થિત (-સ્થિર) પરિણામ હોય ત્યારે પણ કોઈ એક સામાયિકને પામે છે. પણ ઘટતા પરિણામ હોય ત્યારે કોઈ સામાયિકને પામતો નથી.” (૩) દીક્ષા માટે યોગ્ય જીવનાં લક્ષણ – दिक्खाइ चेव रागो, लोगविरुद्धाण चेव चाओत्ति । सुंदरगुरुजोगो वि य, जस्स तओ एस्थ उचिओ त्ति ॥४॥
જેને દીક્ષા ઉપર જ રાગ છે, જેણે લેકવિરુદ્ધ કાર્યોને ત્યાગ અવશ્ય કરી દીધું છે, જેને સુગુરુને યોગ થ છે, તે જીવ દીક્ષા અધિકારી છે– દીક્ષા માટે યોગ્ય છે. * આમાં દીક્ષારાગ અને લોકવિરુદ્ધ ત્યાગ એ બે ગુણે દીક્ષા લેનાર જીવમાં જ થનારા છે, જ્યારે સુગુરુગરૂપ ગુણ અન્યના સંયોગથી થાય છે, અર્થાત્ પરને આધીન છે. લોકવિરુદ્ધ એટલે ઘણું લોકોના વિરોધનું કારણ બનનારાં કાર્યો. આ લોકવિરુદ્ધ કાર્યો આ પંચાશકમાં ૮-૯ એ બે ગાથાઓમાં જણાવવામાં આવશે. સુગુરુયોગ એટલે સમ્યજ્ઞાન અને સદતુષ્ઠાનથી યુક્ત દીક્ષા આપનાર આચાર્યને સંબંધ. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org