________________
ગાથા-૪૫
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૧૨૫ ઃ
વહિયા પ્રતિક્રમણ હોય છે એ વાત બીજા આવશ્યકની સિદ્ધિમાં કહેવાઈ ગઈ છે.)
પ્રશ્નઃ– જુદા જુદા નિયમવાળા શ્રાવકોને સર્વ સામાન્ય એક જ પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત)થી પ્રતિક્રમણ શી રીતે થઈ શકે? અર્થાત્ ન થઈ શકે. કારણ કે જેમણે એક પણ વ્રતને સ્વીકાર કર્યો નથી તેવા શ્રાવકોને તેના અતિચારો ન હોય. અતિચાર ન હોય તે (અતિચારશુદ્ધિ માટે બેલાતા) પ્રતિક્રમણ સૂત્રનું ઉચ્ચારણ પણ અયુક્ત છે. જે અતિચારો વિના પણ પ્રતિક્રમણ સૂત્ર બેલી શકાતું હોય તે મહાવ્રતના અતિચારે પણ બોલવાનો પ્રસંગ આવે, અર્થાત્ શ્રાવકથી સાધુનું પ્રતિક્રમણ સૂત્ર (પગામ સઝાય) પણ બેલી શકાય.
ઉત્તર – આમ કહેવું બરોબર નથી. એકપણ વ્રત નહિ સ્વીકારનાર શ્રાવક પણ પ્રતિક્રમણ સૂત્રના ઉચ્ચારણથી અશ્રદ્ધા વગેરેનું પ્રતિક્રમણ કરે એ શાસ્ત્રસંમત છે. કહ્યું છે કે–
पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिक्कमणं ।। ઘણો ય તદ્દા, વિવીપવા ય (વાદિત-૪૮)
“જિનેશ્વરદેવે જેનો નિષેધ કર્યો હોય તે કાર્યો કર્યા હોય, કરવા ગ્ય કાર્યો ન કર્યા હોય, જિનવચન પ્રત્યે અશ્રદ્ધા કરી હોય, જિનવચનથી વિપરીત પ્રરૂપણા કરી હોય એ ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું છે.”
અશ્રદ્ધા આદિ સંબંધી પ્રતિક્રમણ શાસ્ત્ર સંમત હોવાથી જ સાધુ શ્રાવકની અને સાધુની પ્રતિમાને સ્વીકાર ન કરવા છતાં एगारसहिं उवासगपडिमाहिं बारसहि भिक्खुएडिमाहि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org