________________
: ૧૨૬ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૪૫
“શ્રાવકની અગિયાર પ્રતિમા સંબંધી અને સાધુની બાર પ્રતિમા સંબંધી અશ્રદ્ધા આદિ જે દેષ લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું.” એમ શ્રાવકની અને સાધુની પ્રતિમા સંબંધી પ્રતિક્રમણ કરે છે.
પ્રશ્ન – જે અતિચારો વિના પણ પ્રતિક્રમણ સૂત્ર બેલવામાં વાંધો ન હોય તે શ્રાવક સાધુના પ્રતિક્રમણ સૂત્ર (પગામસઝાય)થી જ પ્રતિક્રમણ કરે.
ઉત્તર – ભલે કરે. એમાં કોઈને કાંઈ વિરોધ નથી. છતાં શ્રાવકના પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત)માં અણુવ્રતાદિ સંબંધી નિષિદ્ધ આચરણનું વર્ણન વિસ્તારથી હવાથી શ્રાવકને તે વધારે ઉપયોગી છે. આથી શ્રાવકો તેનાથી પ્રતિકમણ કરે એ વધારે ઠીક છે.
પ્રશ્ન:- સાધુના પ્રતિક્રમણ સૂત્ર (પગામસઝાય)થી અલગ શ્રાવકનું પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત) માનવું યોગ્ય નથી. કેમકે તેના ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે ન હોવાથી પૂર્વાચાર્ય રચિત નથી. આથી તે પ્રમાણભૂત ન ગણાય.
ઉત્તર- આમ માનવું ઠીક નથી. કારણ કે તેમ માનવામાં આવશયકાદિ દશ શાસ્ત્રો સિવાય કોઈ શાસ્ત્ર ઉપર નિર્યુક્તિ ન હોવાથી અને પપાતિક આદિ ઉપગે ઉપર ચૂર્ણિ ન હોવાથી તે શાસ્ત્રો પૂર્વાચાર્ય રચિત તરીકે નહિ માની શકાય. આથી તે શાસ્ત્રો પણ અપ્રમાણભૂત માનવા પડશે. આ રીતે શ્રાવકને ચેાથું પ્રતિક્રમણ આવશ્યક પણ હોય છે.
૧. પૂવે કહ્યું તેમાં શ્રાવકોને ઇરિયાવહિયા પ્રતિક્રમણનું વિધાન છે. (તેમાં કાર્યોત્સર્ગ આવે છે.) ૨. શ્રાવકને પાંચમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org