________________
પ્રકરણ ૪]
મન્મથ વ્યાકુળતા-આયુર્વેદ,
૧૫૦૯
લઈને થયા છે ( નિદાન) અને તે શાંત કરવાના ઉપાય' (ચિકિત્સા ) શા છે તે તું વિગતવાર અમને જણાવ.
કપાળે વિવેચનપૂર્વક જવાબ આપતાં જણાવ્યું:—
“ ભાઇ! વૈદક શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
re
વાયુ, પિત્ત અને કફ આ ત્રણ શારીરિક-શરીર સંબંધી દોષા છે અને રજસ્ અને તમસ્ એ એ માસિક દાષા છે. ( શરીરમાં વ્યાધિ થાય છે તે વાત પિત્ત અને કફની વિષમતાથી થાય છે અને રજોગુણ અને તમેાગુણ માનસિક વ્યાધિ ઉત્પન્ન કરે છે.) આ બન્ને પ્રકારના દાષા પૈકી શારીરિક દાષા છે તે દૈવ અને યુક્તિના આશ્રય લઇને કરેલા ઔષધ ઉપચારથી શાંત થાય છે ( મતલબ શરીરસંબંધી વ્યાધિ મટાડવા માટે યુક્તિ કરવી જોઇએ અને નસીબ બળવાન હોવું જોઇએ. યોગ્ય પુરૂષાર્થ અને અનુકૂળ દૈવ ( કર્મ ) હોય તેા શારીરિક દોષો મટે છે અને માનસિક દાષા ( રાજસી અને તામસી ) જ્ઞાનથી, વિજ્ઞાનથી ( સાય. સથી ), ધીરજથી, સ્મૃતિ( યાદ કરવું તે )થી, અને સમાધિથી દૂર થાય છે.
“ એ શારીરિક દોષો પૈકી વાત (વાયુ) રૂક્ષ (લુખા ) હોય છે, ઠંડા હોય છે, ાટા હાય છે, અતિ સૂક્ષ્મ હાય છે, હાલતા ચાલતા હાય છે, સ્વચ્છ હોય છે અથવા કઠણ હાય છે. હવે એ જેવા પ્રકારના હોય તેનાથી ઉલટા પ્રકારની વસ્તુઓના ઉપયોગ કરવાથી તે શાંતિ પામે છેઃ એટલે જો વાયુ લૂખા હોય તેા તે ચેપડેલ-ચીકાશદાર પદાર્થોના ઉપયોગથી નરમ પડે છે, શીત વાયુ ગરમ વસ્તુના ઉપયોગથી
""
૧ વૈદકમાં વ્યાધિ શા છે તે તેનાં કારણ અને ચિહ્નો પરથી શેાધવું તેને નિદાન કહે છે અને નિદાન (diagnosis) થયા પછી તેની દવા કરવી તેને ચિકિત્સા કહે છે. વૈદકમાં આ એ ઘણા અગત્યના વિભાગેા છે.
૨ આ આખા વૈદ્યકીય વિભાગ સંક્ષેપમાં વૈદ્યક શાસ્ત્રનેા મોટા અભ્યાસ બતાવે છે. એક ઘણા નિષ્ણાત વૈદ્યરાજે આ વિભાગ મને સમજાવ્યા ત્યારે જણાવ્યું હતું કે વિષય ખરાખર વૈદકીય પિભાષામાં, સંક્ષેપમાં અને મુદ્દાસર લખાયલા છે. એટલી હકીકત વાંચીને તેમને ગ્રંથકર્તા માટે બહુ માન થયું હતું. આ વૈદાના વિષય જરા વધારે સ્પષ્ટ થાય તેટલા સારૂ વધારે છૂટી રીતે તેનું અવતરણ અત્ર કરવામાં આવ્યું છે. વાગભટ કહે છે કે પીધૈર્યાત્માવિવિજ્ઞાન મનોવોપૌષયં પરમ્. આ વિચાર અત્ર માનસિક રાષના ઉપચાર માટે ખતાવેલ છે તેના જેવા જ લગભગ છે. માકીને આયુર્વેદ પણ વૈદાના સર્વોત્કૃષ્ટ ગ્રંથાને અનુરૂપ છે એમ મને સદરહુ વૈદ્યરાજે કહ્યું છે, ભા. ક.
Jain Education International
ત
For Private & Personal Use Only
www.jainelibrary.org