________________
૧૪૯૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતા ૬. { આપણે અહીં કુમારને ટુંકે જવાબ સમજી લઈએ. અહીં સવાલ બે હતા અને ઉત્તર એક આપવાનો હતો. પ્રશ્ન એ હતો કે આંખો ઉઘાડીને જોયા કરે અને વાણી સાંભળે છતાં કેને કઈ બાબતમાં શાંતિ ન થાય? જવાબમાં મમત્વ, મારાપણું એ મોહરાજાને જગતને અંધ કરનારે મંત્ર છે; આખી દુનિયાને નચાવનાર થનગનાટ કરાવનાર ઉખડાવનાર ફસાવનાર એ મંત્ર પ્રાણીને તદ્દન વિચિત્ર બનાવી દે છે, એને આંખે દેખતાં છતાં અને કાને સાંભળતાં છતાં મમત્વની વસ્તુના સંબંધમાં તૃપ્તિ વળતી જ નથી, તે કદિ ધરાતો જ નથી, તેને કદિ શાંતિ વળતી જ નથી-એવી તેની સ્થિતિ થાય છે. ગમે તેટલું જુએ અને સાંભળે પણ હજુ જાણે વધારે સાંભળું અને જોયા કરું એવી તેના મનની સ્થિતિ થાય છે તે સર્વનું કારણ મમત્વ-અભિમાનમારાપણું છે. ત્યાર પછી સંસારનું કારણ શું એમ પૂછયું છે તેને જવાબ પણ એ જ છે. સંસારભ્રમણ, ભવપરિપાટિ, ચપર્યટણનું કારણ “મમત્વ” જ છે. મોહરાજાનું સ્થાન અને તેના કાવાદાવા આ ગ્રંથ વાંચનારના લક્ષ્યમાં એટલાં બધાં આવી ગયાં છે કે તે પર વધારે વિવેચન કરવાની જરૂર નથી. આવી રીતે બે પંક્તિના સવાલનો જવાબ કુમારે ત્રણ અક્ષરમાં આપ્યો. }
પદ્મકેસર આ ટુંકો પણ મુદ્દાસરનો જવાબ સાંભળી ઘણા વિસ્મય પામે. પછી તેણે વળી બીજો સવાલ પૂછયો.
कस्या बिभ्यद्भीरुन भवति सङ्ग्रामलम्पटमनस्कः।
वाताकम्पितवृक्षा, निदाघकाले च कीदृक्षाः॥ ભાવાર્થ–“લડાઈ લડવામાં જેનું મન લાગેલું હોય છે તે કેનાથી જરા પણ બીધા વગર કામ લે છે? અને ઉન્ડાળામાં પવનથી કંપી રહેલાં ઝાડો કેવા લાગે છે?”
- ૧ મારી નોટમાં આ પ્રથમ પ્રશ્નની સામે (૧) “બે પ્રશ્ન, બીજા પ્રશ્નની સામે (૨) સ્ત્રી પ્રશ્ન, ત્રીજા પ્રશ્નની સામે (૩) “માનસિક પ્રશ્ન” એવી નેટ કોઈ શાસ્ત્રીએ કરાવી છે તેનો હેતુ મને યાદ નથી. (૪) સામે “શબ્દાલંકાર છે અને (૫) સામે “ગુઢ ચતુર્થપાદ” છે તે સમજાય તેવી નેટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org