________________
૧૪૯૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ કદિ થઈ શકતું નથી, જે મનમાં સર્વદા સત્ત્વગુણ પ્રધાનપણે વર્તત હોય છે, જે મન રાજસી અને તામસી વિકારને તિરસ્કારથી નિરંતર હસી કાઢે છે એવું મહા વીર્યવાળું કુમારનું મન આ કન્યાએ ચિત્રમાં રહ્યા રહ્યા પણ અવગાહન કર્યું તે ખરેખરૂં ચિત્ર (આશ્ચર્યકારી-નવાઈ જેવું) કામ કર્યું છે. આ હકીકત મેં એકલાએ જ જોઈ છે એમ નથી પણ તમે એ બરાબર સ્પષ્ટપણે જોઈ છે.”
વિભ્રમ–“ભાઈ! એ તે આશ્ચર્ય થયું કહેવાય, પણ એમાં ચિત્ર કેવી રીતે?”
પદ્ધકેસર—“અરે મૂર્ખ શિરોમણિ! “ચિત્ર એટલે આશ્ચર્ય! ચિત્ર શબ્દને એ પણ અર્થે થાય છે. આ ચિત્ર (છબિ) ખરેખર ચિત્ર (આશ્ચર્ય ઉપજાવનાર ) જ છે.”
કપિલએ ચિત્રમાં રહેલી કન્યાએ કુમારના મનમાં અવગાહન કર્યું છે એ હકીકત તમે કેવી રીતે જાણી? તમને એ હકીકતની કેવી રીતે ખબર પડી?”
પકેસર–“અરે મૂર્ખના સરદાર! તું એટલું પણ જોઈ શકો નથી? જ; અંદરથી મન બહુ જ ક્ષોભ પામ્યું ન હોય ત્યાં સુધી આવા પ્રકારના હોકારાદિ પણ ચોખા સ્પષ્ટ દેતા નથી, તેમ જ અનેક પ્રકારના તરંગો પણ તેમાં ઉત્પન્ન થતા નથી. તને મારા કહેવામાં વિશ્વાસ ન હોય તે તું કુમારને પોતાને જ એ હકીકત પૂછી જે એટલે વાત ચોખી થઈ જશે અને તારા મનને બરાબર ખુલાસો થશે.”
હરિકમાર—“મિત્ર પદ્ધકેસર ! આવી નકામી પ્રસંગ વિનાની વાતચીત હવે બંધ કરે, કઈ મજાના વિદ્વત્તા ભરેલા સવાલ જવાબ (પ્રશ્નોત્તરે) ચલાવો કે જેથી કોઈ આનંદ થાય.”
હસતાં હસતાં પધકેસરે જવાબ આપ્યો “જેવી કુમારની આજ્ઞા!” પછી મિત્રો વચ્ચે નીચે પ્રમાણે વિદ્રષ્ટિ ચાલી.
વિષયાસક્તની માનસિક સ્થિતિ, છતાં ચાલાક હોવાથી ચેતી ગયે. વિદ, પ્રશ્નોત્તર, આંતર રસ
૧ આ વાર્તાલાપમાં ચિત્ર શબ્દ ઉપર ભાર છે તે સમજી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org