________________
પ્રકરણ ૩] હરિકુમાર-વિદ.
૧૪૮૩ ઓથી અને લીલામાં અધે ઉઘડેલી આંખો બતાવીને તે કન્યા વચનથી જ જાણે મંદ નિવેદન કરતી હોય એમ જણ્ય છે, એના ગાલ ઉપર અસાધારણ ફુરણું અને હસતું રમણીય વદનકમળ બતાવીને એ ચપળ ચક્ષુવાળી મદનને પિતાની સાથે લઈને ફરતી હોય તેમ બતાવે છે–આવી સુંદર કન્યાનું ચિત્ર બરાબર ભાવ સાથે ગ્ય આકર્ષક રીતે કેઈક ચિતારાએ ચિતરીને મારા હૃદયમાં ચમત્કાર કરી દીધે છે. મારા મનમાં તો એમ જ થયું છે કે દુનિયામાં આટલે બધો સ્પષ્ટ ભાવ બતાવી શકે એટલી કુશળતા બીજા કેઈ પણ ચિતારામાં નથી, કારણ કે આટલી કુશળતા મેં દુનિયામાં બીજી કઈ જગ્યાએ જોઈ પણ નથી.”
મન્મથ (પદ્મફેસર તરફ જોઈને)-કેમ ભાઈ પદ્મકેસર ! આ બરાબર કહે છે? એ કહે છે એ સાચી વાત છે કે?”
પધકેસર_“મિત્ર! એ વાત તો બરોબર છે, પરંતુ પ્રાણએની વૃત્તિઓ વિચિત્ર પ્રકારની હોય છે. મારા મનમાં તે એમ થાય છે કે પેલા ચિતારા કરતાં પણ ચિત્રમાં ચિતરેલી કન્યા વધારે કાબેલ છે.”
લલિત–“એણે વળી એવું શું કામ કર્યું છે? શું તે એમાં કાંઈ ચિત્ર (આશ્ચર્યકારી) જોયું?”
પદ્ધકેસર–“હા, સારી રીતે જોયું.”
વિલાસ–“ ત્યારે મિત્ર પદ્ધકેસર! તું અમારી પાસે તેનું વર્ણન તે કર. એ ચિલી કન્યાએ તે વળી શું કર્યું છે?”
પકેસર—“ ભાઈઆ કુમારનું મન જે કામદેવથી આતુર થઈ ગયેલી બીજી ગમે તે સ્ત્રીથી પહોંચી શકાય તેવું નથી, જે મનનું ઉલ્લંઘન આકાશમાં ચાલનારી વિદ્યાધરીઓ પણ કરી શકે તેમ નથી, જે મનને કિન્નરીઓ પણ હરી શકતી નથી, દેવાંગનાઓ પણ જે મનને સાધી શકતી નથી, જે ગાંધર્વ જાતની સ્ત્રીઓને વિષય પણ
૧ ૫ઘકેસર કમળનું કેસર-કામોદ્દીપક વસ્તુ છે. ૨ લલિતઃ એક જાતની શૃંગારની ચેષ્ટા છે.
૩ વિલાસઃ સ્ત્રીની એક પ્રકારની કામચેષ્ટા. આ સર્વ શૃંગાર બતાવનાર પાત્રો છે.
૪ કિરીઃ ગાવામાં ઘણું કુશળ એક જાતિની દેવીઓ.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org