________________
૧૪૮૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ પછી તે કુમાર બોલવા લાગ્યો “ભદ્ર! મને અગાઉ માજી(વસુમતી દાસી)એ કહ્યું હતું કે હરિશેખર મારા પિતાના ખાસ મિત્ર છે અને લોકોના કહેવા ઉપરથી જણાય છે કે તું હરિશેખરનો પુત્ર છે, તો ભાઈ ! તું તો મારો ખરેખર ભાઈ થયે, મારું શરીર જ થઈ ગયો અને મારું જીવતર પણ તું થઈ ગયો! ભાઈ! તું અહીં આવ્યો તે તે બહુ સારું થયું !”
રાજકુમાર હરિનો આટલો બધે આદર જઈ મારા મન ઉપર ઘણી અસર થઈ. મેં પછી તેને કહ્યું “દેવ! માજીએ મને સર્વ હકીકત કહી છે. આ સેવકને આ૫ આટલો બધો આદર કરે, સત્કાર કરે, તે કઈ પણ રીતે યોગ્ય નથી. જેવી રીતે મારા પિતાજી આપના પિતાશ્રી કેસરિ મહારાજાના સેવક છે તેવી રીતે હું પણું આપનો સેવક આપની સેવામાં હાજર છું, એ બાબતમાં જરા પણું સંશય કરવા જેવું નથી. ” મારે આવો જવાબ સાંભળીને કુમાર બહુ રાજી થયા અને પિતાના મિત્રના સમાગમથી મહા આનંદ મહેસવ કરાવવા લાગ્યો. મિત્ર મળ્યો તે અત્યંત ઉજવળ પ્રસંગ હેય છે તેથી કુમાર ભેજનસામગ્રિ વિગેરેની ધામધુમ કરવા મંડી ગયે. ત્યાર પછી તેણે મારી સાથે એક મિત્ર તરીકે જ વર્તન કરવા માંડ્યું, સંબંધ પણ મિત્ર તરીકે જ રાખવા માંડ્યો અને તેવી રીતે તેની સાથે આનંદ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા.
તાપસીએ બતાવેલ ચિત્રપટ, હરિકુમાર પર તેની અસર,
પટપ્રશંસા અને હૃદયશૂન્યતા, ત્યાર પછી એક વખત કામદેવને જાગ્રત કરનાર, ઉદ્યાનને આભૂષણરૂપ અને પ્રાણીઓના આનંદમાં વધારે કરનાર વસંતઋતુ આવી. તે વખતે હરિકુમાર પોતાના મિત્રમંડળને સાથે લઈને મારી સોબતમાં ઉદ્યાનની શોભા અને નવીનતા જોતો તો બહાર ફરવા લાગ્યો. એક તો યૌવન વય અને સાથે થનગનાટ કરાવે તે નટવર વસંત સમય એટલે પછી વાત જ શી કરવી. એવી સ્થિતિમાં ફરતાં ફરતાં આંબાનાં વૃક્ષની ઘટાવાળા મેટા વનમાં અમે આવી પહોંચ્યા. ચારે તરફ સુંદર કિલાઓ કલરવ કરી રહી છે, આખી સૃષ્ટિ હસી રહી છે, પક્ષીઓ કલ્લોલ કરી રહ્યા છે, વૃક્ષની ઘટાઓ મંદ પવનથી ઝઝુમી
૧ પરદેશમાં સ્વદેશી કોઈ પણ મળે તો બહુ જ લાગણી થઈ આવે છે તે જાણીતા અનુભવની બાબત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org