________________
૧૪૮૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ આવો ભયંકર બનાવ નજરે જોઈને મારા ઉપર જાણે વજનો ઘા પડ્યા હોય, જાણે અત્યંત ભયભીત થઈ ગઈ હોઉં, જાણે ઠેકાણું વગરની થઈ ગઈ હોઉં, જાણે મારું સર્વસ્વ નાશ પામી ગયું હોય, જાણે મને મૂછ આવી ગઈ હય, જાણે હું મરી ગઈ હોઉં, જાણે મને કઈ ગ્રહ લાગ્યો હોય, તેમ હું મંદ ભાગ્યવાળી તદ્દન હૃદયશૂન્ય બની ગઈ, મને શું કરવું તેની કાંઈ સુજ જ પડી નહિ. માત્ર મેટેથી
- વિલાપ કરવા લાગી—“ અહે દેવી! તું બેલ બોલ, કમળસુંદરીના
મારી સાથે વાત કર. પ્રિય સખી! તું મારી સાથે મરણથી શેક.
લાકેમ બોલતી નથી? જે વહાલી દેવી ! મારી સ્વામિની! તે સુંદર પુત્રને જન્મ આપ્યો છે. તે છોકરાને, હે સુંદર આંખેવાળી દેવી ! જરા આંખો ઉઘાડીને જે. જે પુત્રની ખાતર સુંદર રાજ્યને ત્યાગ કર્યો, વહાલા પ્રેમી પતિને ત્યાગ કર્યો અને મહા દુઃખો વેક્યાં તે છોકરાની સામી જરા નજર તે કર. અહાહા! દૈવ ( નસીબ ) પણ કઈ વિચિત્ર પ્રકારની હૃદયને કાપી નાખે તેવી ઘટના કરે છે; જે દેવે આવો સુંદર સુપુત્ર સંપડાવ્યો તે જ દૈવે દેવીને જમીન પર પછાડી અને આખરે તેને નામશેષ કરી લીધી. અરે બાળક! તારું રક્ષણ કરવાને તૈયાર થયેલી અને તેની ખાતર પિતાના સર્વ સુખ સગવડનો ભોગ આપવા તૈયાર થયેલી તારી પ્રેમાળ માતાનો તારે જન્મ થતાંની સાથે જ તારે ઘાત કરે તે કઈ રીતે તને ઉચિત નથી. અરે ભાઈ! પતિને તજીને એ બાપડી પુત્રનું સુખ મેળવશે એવી આશાએ તે બહાર નીકળી આવી હતી અને અરે દીકરા! તે તે બિચારીને આવું સુખ આપ્યું !!
“આવા આવા વિલાપ કરતાં રાત્રી પૂરી થઈ. સૂર્યનો ઉદય થયો. નસીબયોગે તે વખતે તે રસ્તે કોઈ સાથે નીકળી પડ્યો. એ સાર્થના ઉપરી સાર્થવાહે મને રડતી અને વિલાપ કરતી જોઈ એટલે તેણે મને ધીરજ આપી. સાર્થવાહે મને બધી હકીકત પૂછી એટલે મેં તેને ટુંકામાં સર્વ હકીકત જણાવી. સાયૅવાહ હવે કઈ બાજુએ જનાર છે તે મેં તેને પૂછયું, જેના જવાબમાં તેણે જણાવ્યું કે સમુદ્ર કિનારે જઈને વહાણે લઈને તે રવીપે જનાર છે. મેં તેનો જવાબ સાંભળીને મારા મનમાં વિચાર કર્યો કે મારા સાંભળવા પ્રમાણે રત્ર મામાને ઘરે
દ્વીપમાં નીલકંઠ રાજા રાજ્ય કરે છે તે કમળસંદ
રીને સગો ભાઈ થાય છે, માટે આ કરે થયો તે નામ સ્થાપન.
| નીલકંઠ રાજાનો ભાણેજ થયે; તે આ છોકરાને ૧ આ સાર્થવાહનું નામ ધરણ છે તે આગળ જણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org