________________
Jain Education International
૧૪૮૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૬
પાછી બીજી વસ્તુઓ તેના બદલામાં ખરીદ કરી, બક્ષીસા આપી, બીજા મારી સાથેના વેપારીએ તે પેાતાના દેશ તરફ જવાને તૈયાર થયા અને ચાલ્યા....પણ મને તે મારા મિત્ર સાગરે કહ્યું કે— “ ભાઇ ધનશેખર ! જે દેશમાં લીંબડાનાં પાંદડાંનાં બદલામાં રનો મળે છે તેવા દેશને છોડીને તું ઉતાવળ કરીને શા માટે પાા ફરે છે? એવી તારે શી ઉતાવળ છે? ” મારા મિત્રની આવી સલાહને લઇને હું તે। ત્યાં દુકાન માંડીને બેઠો અને રન ખરીદવાના વેપાર શરૂ કર્યો.
પ્રકરણ ૩ .
હરિકુમાર–વિનાદ.
મારી સાથે આવેલા સર્વ વ્યાપારીએ વિદાઇ થઇ ગયા, વ્યાપાર કરી પાછા ગયા પણ સાગરમિત્રની પ્રેરણાથી અને તેટલાં રનના ઢગલા કરવા માટે હું રદ્વીપે રહ્યો અને વેપાર શરૂ કર્યો. મારે આખા વખત સાગરની પ્રેરણાથી દ્રવ્ય મેળવવાના ઉપાયા વિચારવામાં અને ગેાઠવવામાં જતા હતા. ત્યાર પછી એક હકીકત બની તે (ધનશેખરસંસારીજીવ અગૃહીતસંકેતાને કહે છે કે) સાંભળઃ—
હરિકુમારના પૂર્વ વૃત્તાંત, માતામરણ, હરિજન્મ, સાર્થવાહ સહાય. મામાને ઘરે. પરિચય.
એવી રીતે ધનચિંતામાં અને વ્યાપારમાં હું મારા સમય ગાળતા હતા તે દરમ્યાન એક દિવસ એક ઘરડી ડોશી મારી પાસે આવી અને મને કહેવા લાગી “દીકરા ! મારે તારી સાથે કાંઇ વાત કરવી છે. ” મેં તેને વાત કરવાનું કહેતાં તેણીએ વાત ચલાવીઃ—
૧ આ ડેાશીનું નામ વસુમતી છે તે આગળ જારો.
For Private & Personal Use Only
www.jainelibrary.org