________________
૧૪૮૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા- [પ્રસ્તાવ ૬ રતદ્વીપે ગમન, રસંચય સંગ્રહ
વિશેષેચ્છાથી સ્થિતિ, હવે રતદ્વીપે જવાની મારી તૈયારીઓ ચાલી. અનેક પ્રકારનાં
કરિયાણું મેં એકઠા કર્યા, વહાણે તૈયાર કર્યા. તેમાં તૈયાર. ખલાસી માલમ વિગેરેની ગોઠવણ કરી, જવાના
દિવસની ગણતરી કરવા માંડી, લગ્નશુદ્ધિ (રાશિનો ઉદય) વિચારવા માંડી, નિમિત્તોની તપાસ કરવા માંડી, અવશ્રુતિઓ કરવામાં આવી, ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવામાં આવ્યું, સમુદ્રદેવની પૂજા કરવામાં આવી, મોટા સફેત સેઢા સજજ કરાવવામાં આવ્યા, વહાણમાં મોટા મોટા કુવાઓ ઊભા કરવામાં આવ્યા, મુસાફરીમાં જોઈતાં ઇંધણ છાણાં રાખી લેવામાં આવ્યાં, પીવાના પાણીનાં વાસણે ભરી લેવામાં આવ્યાં, વહાણમાં બીજે જે કાંઈ સરસામાન જોઈએ તે તમામ ચઢાવી દેવામાં આવ્ય, લડાઈને લગતી સર્વ સામગ્રીઓ પણું વહાણોપર તૈયાર કરી દેવામાં આવી, દરિયાસ્ત વ્યાપાર કરનારા અને તે જ દ્વીપે જઈને વેપાર કરનારા વેપારીઓને મેળવી લેવામાં આવ્યા. આવી રીતે સર્વ સામગ્રિ તૈયાર થઈ ગઈ એટલે બીજા મહા
ધનવાન વેપારીઓની સાથે હું રતદ્વીપે જવાને તૈયાર સફરે. થઈ ગયે અને મારી સ્ત્રીને તેના બાપને ઘરે મૂકી
દીધી. જ્યારે જવાનો નિર્ણય કરેલ દિવસ આવ્યો ત્યારે સર્વ પ્રકારના મંગળ કરીને બરાબર વખતે હું વહાણ ઉપર ચઢ્યો. મારા બન્ને મિત્રો (સાગર અને પુણ્યોદય) પણ મારી સાથે વહાણ ઉપર ચઢયા.
૧ તૈયારીમાં ભાઈ ધનશેખર એ પડી ગયો કે એણે સ્ત્રીની રજા પણ લીધી નહિ, એની પાસે ગયો પણ નહિ, કદાચ એ યાદ પણ આવી નહિ હોય એમ લાગે છે. હવે પછીની વાર્તામાં કમલિની સંબંધી કાંઈ હકીકત આવતી નથી તે વિચારવા લાયક છે.
૨ અવકૃતિઃ અમુક દિવસે અમુક દિશાએ જવું ન જવું વિગેરેના નિર્ણયને અવકૃતિ કહે છે. જ્યોતિષ
૩ કુ. વહાણને મધ્ય સ્તંભ. કઈ વહાણ બે ચાર પાંચથી પણ વધારે કુવાનું હોય છે.
૪ ચાંચીઆ વિગેરે સાથે લડવા વહાણમાં લડાઈની સામગ્નિ પણ રાખવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org