________________
પ્રકરણ ૨] ધનની ધમાં.
૧૪૮૧ શીળ વેચીને ધન પેદા કરે તેટલા સારૂ); અત્યંત અધમ વર્તન જાય તેવા ધંધા કરવા માંડયા; રસના દારૂ તાડી વિગેરેના અનેક પ્રકારના ધધા માંડ્યાઃ સંદ૨ હાથીઓના દાંત કપાવીને તેનો વેપાર કરવા માંડયો; અનેક પ્રકારની ખેતી કરાવવા માંડી; શેરડી પીલીને તેમાંથી રસ કઢાવી ગોળ અને ખાંડ તૈયાર કરાવી તેને વેપાર કરવા માંડયો-ટુંકામાં કહું તો આ લોકમાં થતા વેપારધંધામાંથી મેં એક પણ વેપારધંધે કે વ્યવસાય બાકી રહેવા દીધો નહિ, ધનની ઈચ્છાથી મારા સાગરમિત્રની ઈચ્છા તૃપ્ત કરવા માટે મેં સર્વ પ્રકારના ધંધા કર્યા, ધન પ્રાપ્ત કરવાનાં જે જે સાધનો કલ્પી શકાય તે સર્વ મેં કર્યો, અને તેમ કરવામાં મેં ન રાખી પાપની બીક, કે ન કરી મને થતા કલેશની દરકાર, ન કરી કઈ પ્રકારના સુખની ઇચ્છા કે ન કર્યો જરા પણ સંતોષ-માત્ર મારા સાગરમિત્રને સંતોષ આપવા ખાતર મેં તેની આજ્ઞા મુજબ મારાથી જે બને તે સર્વ ધંધાધાપા કર્યા અને રાતદિવસ ધનની ચિંતા વિચારણું અને ઘટના કરી. અહો અગૃહીતસંકેતા! મહા પાપ કરીને ઘણો સમય જતાં મેં આખરે એક કરોડ સોનૈયા મેળવવાની ઈચ્છા હતી તે પણ પૂરી કરી. આ સર્વ પ્રતાપ મારી અંદર સાથે રહેલ પુણોદયનો હતો, પણ મને તે વાતની ખબર નહતી અને હું તે જાણવાની દરકાર પણ કરતો નહોતો.
આવી રીતે કરોડ સોનૈયા મળ્યા એટલેથી પણ મારે સાગર
. મિત્ર સંતોષ પામે નહિ, ધરાયે નહિ, રાજી થયો કરોડ થયે
નહિ. એની સાહસ કરવાની વૃત્તિ મને વારંવાર રકેટીચ્છા.
* " ઉત્સાહ આપ્યા કરતી હતી, અંદરથી પ્રેરણા કરતી હતી અને જ્યારે જ્યારે તેને પ્રસંગ મળે ત્યારે ત્યારે તે મારા ઉપર પોતાને સીધે કાબુ ચલાવતો હતો અને મને પ્રેરણું કર્યા કરતો હતો, મને સળવળાટ કરતો હતો અને મને ધક્કા મારી આગળ વધારતું જ હતું. તે મને સમજાવતો કે-“ભાઈ ! જે તે મારી સલાહ અને સૂચના પ્રમાણે કાર્ય કર્યું તે મારા પ્રતાપથી તને કરોડ સોનૈયા પણ મળ્યા, હવે જે તે બરાબર ઉત્સાહ રાખીશ તો કરોડ રત પ્રાપ્ત કરવાં એ પણ તારે માટે દુર્લભ નથી, અશક્ય નથી, મુશ્કેલ નથી; પરંતુ રત અહીં નહિ મળે, તેને માટે તે તારે સમુદ્ર ઓળગીને રતદ્વીપે જવું પડશે, પણ જો તું ઉત્સાહ રાખીશ તે મારા પ્રતાપથી તને તે પણ મળશે. આવી રીતે પ્રેરણું કરીને તે સાગરમિત્રે મને સમુદ્ર ઓળંગી રીપે જવાની પ્રેરણા કરી અને વારંવારની પ્રેરણાથી તે વાત મારા મન ઉપર એટલી બધી ઠસાવી દીધી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org