________________
૧૪૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૬
વેપાર કરતાં અને પાપો સેવતાં મને દશ હજાર સોનામહોરો પણું મળી ગઈ એટલે તરત જ મારી ઈચ્છા:લાખ સોનામહોર મેળવવાની થઈ આવી. મારે સાગરમિત્ર અંદર રહી વારંવાર પ્રેરણું કર્યા જ કરતો હતો અને ગમે તેમ કરી લાખ મહોર પૂરી કરવા અને સલાહ આપતો હતે. પછી અનેક જુદા જુદા પ્રકારના ઉપાયે કરતાં મને લાખ મહોર પણ આખરે મળી ગઈ એટલે વળી દશ લાખ સોનામહોર મેળવવા અને તેણે પ્રેરણા કરી. વળી મેં અનેક વેપાર કર્યા, ત્રાસ વેશ્યા, ઉજાગરા કર્યા, હિસાબો કર્યા, સરવૈયાં કાઢ્યાં અને મહા પ્રયાસે દશ લાખ સોનામહે પણ મેળવી. દશ લાખ સોનામહોર મને મળી એટલે વળી માર સાગરમિત્રે
મને એક કરોડ સોનામહોર મેળવવા પ્રેરણું કરી દશ લાખે કરોડેચ્છા.
અને વારંવાર સૂચના કરી કરીને કરેડ સેનૈયા
મેળવવા અંદરથી ઉત્સાહ આપ્યો. મેં અગાઉ કર્યા હતા તે સર્વ વ્યાપાર વધારે જોસથી અને ઉત્સાહથી કરવા માંડ્યા પણ દશ લાખ અને કરોડ વચ્ચે આંતરે ઘણો મોટો હોવાથી મારી તે ઈચછા કઈ રીતે પૂરી થઈ શકી નહિ; તેથી તે રકમ મેળવવા માટે મેં વધારે વધારે ઉપાયની જના કરવા માંડી. પરદેશમાં જઈ વેપાર કરનારા અનેક ગાડાંઓના સાથ મેં જ્યા; ઊંટનું મોટું ધણ (ટેળું) પરદેશ વસ્તુઓ ભરીને વેપાર કરવા મોકલ્યું; વેપાર ખેડવા સારૂ મોટાં મોટાં વહાણના સમૂહે પરદેશ મોકલ્યા; ગધેડાઓ (ભાર ઉચકવા સારૂ)નું મોટું લશ્કર મેં એકઠું કર્યું અને તેમના ઉપર માલ લાધીને પરદેશને માટે વ્યાપાર શરૂ કર્યો; ચામડાના વેપારીઓ સાથે વેપારની ગોઠવણ કરી; રાજાઓને મળીને તેમની પાસેથી તેમના અમુક અમુક દેશમાં વેપાર કરવાને અને તેના પરની લાગત (જગત વિગેરે) વસુલ કરવાને વાસ્તે તેની પાસેથી હક્કો (ઈજારાઓ) મેળવ્યા; આખલા (બળદ)નું મોટી સંખ્યામાં પોષણ કર્યું; પૈસા પેદા કરી આપવા માટે નાયકાઓનું મોટું ટોળું એકઠું કર્યું (તે મારે માટે તેનું
૧ હાથીના વ્યાપારી અને હાથી વડે વ્યાપાર કરનારા એ અર્થ પણ થાય છે. અહીં વર્ણવેલાં લગભગ સર્વે કર્મદાનના વ્યાપારે છે, મહાપાપથી ભરપૂર છે, ખાસ વન્યું છે. જુઓ પ્ર. ૫. પ્ર. ૩૭ માં સાતમાં કતપર વિવેચન,
૨ આખલાને પોષી મેટા કરવા અને પછી તેને મેટી કિમતે વેચવા. આખલાને (બળદને ) ગઢલા (નપુંસક) બનાવીને વેચવા. એથી એનું વીર્ય અખલિત રહે છે અને કામ વધારે કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org