SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ ] ધ્યેયનાનાત્વ-માધ્યસ્થ્ય. વિકાસક્રમમાં માત્ર માઘ વેશને ખાસ સ્થાન નથી તે તારા સ“ મજવામાં આવ્યું હશે. ત્યાર પછી તેં એક એવી શંકા ઉઠાવી હતી: ૯ ધ્યેય જૂદા જૂદા પ્રકારનું છે અને મોક્ષ તે સર્વને સાધવા છે તે એ “ સંબંધમાં જે ખરે પરમાર્થ રહેલા છે તે તું ખરાખર સમજી લે. “આ ઘણી મુદ્દાની વાત છે અને ખરાખર વિચાર કરીને હૃદયમાં “ ઉતારવા જેવી છે. વઘુ કથાનક ઉપનય. “ આત્મા દુષ્ટ વિચારકલ્લોલને પરિણામે પાપ એકઠું કરે છે, “ અંધે છે અને સુંદર વિચારવાળા ચિત્તને અંગે પુણ્ય એકઠું કરે છે, “ મધે છે. જ્યારે એનું ચિત્ત દુષ્ટપણા તરફ અને સારાપણા તરફ “ ઉદાસી થાય-એને સારા તરફ રાગ ન થાય ખરામ તરફ દ્વેષ ન “ થાય ત્યારે તે પુણ્ય અને પાપ બન્નેથી મૂકાય છે. જીવન એ સ્વ“ ભાવ છે અને તે સ્વભાવને લઇને એ ખરાબ કલ્લોલથી પાપ સાથે “ અંધાય છે અને સુંદર કલ્લોલથી પુણ્ય સાથે બંધાય છે અને એને “ એનાં પરિણામે પછી અવશ્ય ભોગવવાં પડે છે. એ બન્ને પ્રકાર તરફે “ જો એ મધ્યસ્થ રહે છે તે તે પાપ અને પુણ્ય બન્નેથી મુક્ત રહે “ છે, છૂટા રહે છે. આ મુખ્ય મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજે, “ હવે વિચાર કરીશ તેા તને જણાશે કે જેવી રીતે ન પચે તેવા “ ખારાક ( અપથ્ય) ખાવાથી શરીરમાં વ્યાધિ થઇ આવે છે તેવી “ રીતે ભ્રમને ઉત્પન્ન કરનાર તથા મનને મલીન કરનાર હિંસામય “ અનુષ્ઠાનેા કરવાથી મનમાં ખરાબ કલ્લોલા થઇ આવે છે. ૨૦૧૧ “ તેવી જ રીતે તને જણાશે કે સ્થિરતા અને નિર્મળતાને ઉત્પન્ન “ કરનાર આદુંસામય અનુષ્ટાને કરવાથી ચિત્તમાં સારા કહ્લોલા થાય “ છે. જેમ પચે તેવા અને તેટલા ખોરાક સુખ આપે છે, તંદુરસ્તી “ વધારે છે, તે પ્રમાણે એવાં અનુષ્કાના સારા કહ્લોલાને ઉત્પન્ન કરે છે. “ હવે એક ત્રીજા પ્રકારનું ધ્યાન છે જે ચિત્તની અંદર થતાં સર્વ “ જાળાંઓને દબાવી દે છે, તેના છેડા આણી મૂકે છે. તે ધ્યાનમાં અન્ને “ પ્રકારે ઉપર જણાવ્યાં તે તરફ ઉદાસીનતા રહે છે-આવી ઉદાસીનતા ખાસ કર્મનિર્જરાનું કારણ થાય છે અને તે આત્મા સાથે “ લાગેલાં શુભ અશુભ કર્મોને ખેરવનારી થાય છે. Jain Education International ૧ એ પૃ. ૨૦૪૨. ૨ હિંસાની મુખ્યતા ખાસ કરી છે, માકી એ સર્વ પાપને નિર્દેશ કરે છે. હિંસા ઉપર મુખ્ય ભાર છે તે જિનાજ્ઞા પ્રમાણે યેાગ્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy