________________
પ્રકરણ ૨૦ મું.
વૈવ કથાનક-ઉપનય.
ડરિક મુનિએ ધ્યાનયોગની મહત્તા જાણી, તેને દ્વાદશાંગીના સારરૂપ જા એટલે અન્ય તીથીઓ પણ
જુદા જુદા આકારમાં ધ્યાનગની મહત્તા કહે છે તે છે તેઓ પણ મોક્ષસાધક કહેવાય કે નહિ? અને બે
- યની વિચિત્રતા હોવાનું કારણ શું હશે? એ પ્રશ્ન પૂછતાં ગુરૂમહારાજે તીથી એને પલ્લવગ્રાહી કહ્યા અને વૈદ્યના બે પ્રકાર પાડી તેમને ફૂટ વૈદ્ય કહ્યા. એ હકીકત સ્પષ્ટ રીતે જણુંવવા તેઓએ વૈદ્યની નાની કથા કહી સંભળાવી અને તેનો અંદરનો ભાવાર્થ પણ જણાવ્યું તે આપણે હવે વાચી લઈએ. ગ્રંથને છેડે હવે નજીકમાં આવે છે, પણ આ છેવટના ભાગમાં હૃદયની ઉર્મિઓ છે, વાતનું રહસ્ય છે અને તરંગના ઉછાળા છે. સમંતભદ્રને આ આખે ખુલાસો બહુ વિશાળ નજરે સમજવા યોગ્ય છે. આચાર્યશ્રી બેલ્યા –
વૈદ્ય કથાનક. શાળા, સંહિતા, “એક નગરમાં રહેલા સર્વ લેકે અનેક પ્રકારના મહાવ્યાધિ“ઓના ભેગા થઈ પડેલા હતા. તે નગરમાં એક સાચો વૈદ્ય હતો.
એને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયેલું હતું, સર્વ સંહિતાઓને એ બનાવનાર હતો, સર્વ રોગોનો નાશ કરનાર હતો અને લોકે ઉપર ઉપકાર કરવાની વિશુદ્ધ ભાવનાવાળો હતો. છતાં વાત એવી બનતી કે
૧ સાચા ગ્રંથકાર એને મહા કહે છે. એક નિયમ પ્રમાણે શંખ, તેલ, માંસ, વેદ્ય, જ્યોતિષી, બ્રાહ્મણ, યાત્રા, પંથ અને નિદ્રા સાથે “મહાન' શબ્દ આવે ત્યારે ખરાબ અર્થ થાય છે. આ નિયમ સાર્વત્રિક છે કે કેમ તે હું જાણતો નથી પણ મહાવૈદ્ય એટલે great physicianના આ અર્થમાં મેં સાચે વૈદ્ય, શબ્દ વાપર્યા છે. - ૨ સંહિતાઃ કોઈ પણ વિષયનું સર્વ મુદ્દાસરથી એક જ ગ્રંથમાં જ્ઞાન થાય તે સમુચ્ચયસંગ્રહ. ધર્મસંહિતા, રેગસંહિતા, મનુસંહિતા વિગેરે એક એક વિષથના સંગ્રહો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org