________________
૨૦૪૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ यस्य बुद्धिर्न लिप्येत हत्वा सर्वमिदं जगत् ।
आकाशमिव पङ्केन नासौ पापेन लिप्यते ॥ આખી દુનિયાને મારીને પણ જેની બુદ્ધિ લેપ પામતી નથી, આકાશ જેમ કાદવથી કદિ ખરડાય નહિ તેમ જેની બુદ્ધિ એ સંહારના કાર્યથી લેપાઈ જતી નથી તેના ઉપર પાપને લેપ પણ થતું નથી.
બીજા વળી એમ કહેતા કે જે પ્રાણુઓ સર્વ પાપ કરીને પણ પછી મહેશ્વરનું સ્મરણ કરે તે એક ક્ષણમાત્રમાં પાપથી મૂકાય છે. જેમકે –
छित्वा भित्वा च भूतानि कृत्वा पापशतानि च ।
स्मरेदेकं विरूपाक्षं सर्वपापैः प्रमुच्यते ॥ પ્રાણીઓને છેદીને અથવા ભેદીને અથવા તો સેંકડો પાપ કરીને પછી જે તે શીવને સ્મરણ કરે તો તે પ્રાણી સર્વ પાપથી મૂકાય છે.
બીજાઓ પાપની શુદ્ધિ માટે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે, તેના સ્થાનને સર્વ પ્રકારના પાપનો નાશ કરનાર કહેવામાં આવ્યું છે. તેઓ કહે છે કે –
अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा।
यः स्मरेत्पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः॥ પિતે અપવિત્ર હોય કે પવિત્ર હોય કે બીજી ગમે તેવી અવસ્થામાં હોય પણ જે તે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરે છે તે બાહ્યથી અને અંદરથી પવિત્ર છે, રહે છે, થઈ જાય છે,
કેટલાકે પાપાશન મંત્રને પાપને વિનાશક કહે છે.
બીજા વળી વાયુ ઉપર જપ કરવાના કાર્યને મેક્ષનું સાધન કહે છે. જેમકે –“હૃદયમાં રહેલ પુંડરિક (કમળ) ધ્યાનથી ઉઘડે છે, એ પુંડરિક દળમાં જાડું હોય છે, સુંદર હોય છે અને મનભ્રમરને સુખ આપનાર હોય છે. એ માર્ગે મનભ્રમર પરમ પદમાં સ્થાપિત થાય છે–તેવા પ્રકારના મનનો જે નાદ લક્ષ્યમાં આવે છે તે ખરૂં તત્ત્વ છે એમ તેઓ કહે છે.”
કેટલાક પૂરક કુંભક અને રેચક પવનને એ પુંડરિક વિકસ્વર કરવાનું સાધન અને પરમ તત્વ કહે છે.
બીજાઓ એમ કહે છે કે મેગરાનાં ફૂલ ચંદ્ર અથવા તો રફટિક જેવું જે બિંદુ હૃદયમાં છે, તે ઉપર નીચે અને આડુંઅવળું જાય છે, તે જ્ઞાનનું કારણ છે.
૧ લૅવં પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org