________________
૧૭૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ નમો પાવર, નમો ક્ષેત્રHIટા” એવા મંત્રને ઉચાર કરતાં એ વૃક્ષની નીચેના ભાગને મેં ખોદવા માંડયો. ખોદતાં ખોદતાં તુરત જ તાંબાનું એક વાસણ દિનાર (સોનામહોર)થી ભરપૂર મારા હાથમાં આવ્યું. મારે સાગરમિત્ર એ જોઈને ઘણે રાજી થયો. મેં પણ તે દિનારને ગણી જોઈ તો તે એક હજાર થઈ. વાસ્તવિક હકીકત તો એ હતી કે મારી સાથે મારે મિત્ર પૃદય હતો તેણે મને તે મેળવી આપી હતી, પણ મારે તે વખતે પક્ષપાત સાગર મિત્ર ઉપર વધારે હતો તેથી હું તો મહામહને વશ પડીને એમ જ માનતો હતો કે એ પિસા મને સાગરભાઈએ મેળવી આપ્યા છે. આટલી પુંજી મારી પાસે થઈ એટલે મારા મનમાં કાંઈક સંતોષ થયો.
જયપુરમાં પ્રવેશ કમલિની સાથે લગ્ન.
ધનપ્રાપ્તિની પિપાસા. હવે તે એક હજાર દિનાર ગુપ્ત રીતે શરીર પર બાંધી લઈને બકુલ શેઠ
હું તે જયપુર નગરમાં દાખલ થયે. પ્રથમ સીધે
બજારમાં ગયે. ત્યાં એક બલ નામના શેઠ પિતાની થી સન્માન.
દુકાન પર બેઠા હતા. તેણે મને જે તે જ વખતે મારા પુણ્યોદય મિત્રે તેને કાંઈ અંદરથી પ્રેરણું કરી એટલે શેઠ જાતે મને મળવા આવ્યા, મારી સાથે વાતચીત કરી, રાજી થયા અને મને પિતાને ઘેર આવવા અને રહેવા આમંત્રણ કર્યું. ગમે તે કારણથી તેમને મારા ઉપર પ્રારંભમાં જ ઘણે સ્નેહ દેખાવા લાગ્યું અને જાણે મને જોઈને તેમના સ્નેહના તંતુઓ ઝળઝળાયમાન થયા હોય એમ દેખાવા લાગ્યું. તેઓએ મને આપેલું આમંત્રણ મેં સ્વીકાર્યું. તેઓ તુરત જ ઉઠીને અતિ આદરપૂર્વક મને પિતાને ઘરે લઈ ગયા. ઘરે જતાં જ તેમણે પિતાની વહાલી સ્ત્રી ભગિનીને બેલાવી અને મારો પૂર્ણ આદરસત્કાર કરવા તેને ભલામણ કરી. ત્યાર પછી માણસે એ મને અંઘોળ (સ્નાન) કરાવ્યું અને ઘણું કમળ રેશમી વસ્ત્ર પહેરવા અને ઓઢવા આપ્યાં. વસ્ત્રો પહેરીને હું બહાર આવ્યો એટલે એક સુંદર આસન પર બેસારી મને ઘણું સુંદર ભજન જમાડ્યું. વધારે આનંદની વાત તો એ હતી કે એ આખો વખત શેઠ પોતે હાજર જ રહ્યા, ભોજન પણ સાથે જ લીધું અને મારી
૧ ‘નમો ઇનપાત્રા’ તિ પાઠાન્તર ક્ષેત્રપારાયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org