________________
પ્રકરણ ૨] ધનની શોધમાં.
૧૪૬૫ ગયો. મારા મનમાં એમ થયું કે એ ઝાડતળે ધન હોવું જ જોઈએ, કારણ કે ધાતુવાદના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કેધાતુવાદ
“જે સ્થળે ક્ષીરવૃક્ષ" ઊગે તે સ્થાન ધન વગરનું કદિ હોતું નથી, ત્યાં થોડું અથવા વધારે ધન જરૂ૨ હોય છે, તે જ પ્રમાણે બીલીનું ઝાડ હોય અથવા પલાશ (કિંશુક કેશુડાં)નું ઝાડ હોય ત્યાં પણ થોડું ઘણું ધન જરૂર હોય છે. જે એ વૃક્ષનો પ્રારાહ સ્થળ હોય તો ધન ઘણું હોય છે અને જે પાતળો હોય તો થોડું હોય છે જે રાત્રીના વખતમાં તે વધારે પ્રકાશ કરતો હોય તો ત્યાં ધન ઘણું છે એમ સમજવું અને જે તે રાત્રે માત્ર ગરમ જ લાગતો હોય તો થોડું ધન છે એમ જાણવું. એ કેશુડાં કે બીલીનાં ઝાડને વીંધવામાં આવે અને તેમાંથી જે રાતા રંગને રસ ફૂટે તો તે જમીનમાં રહે છે એમ સમજવું, જે સફેત રંગનો રસ નીકળે તો તે જગ્યામાં રૂપું દટાયેલું છે એમ સમજવું અને જે પીળા રંગનો રસ નીકળે તો તે સ્થાનમાં સોનું છુપાયેલું છે એમ સમજવું. એ કેશુડાને મારેહ ઉપરથી જેટલો ઊંચો જણાતો હોય તેટલું જ નીચે પણ હોય તો તે સ્થાનક પર મેટું નિધાન છુપાયેલું છે એમ જાણવું. જે એ કેશુડાના વૃક્ષનો પ્રારેહ ઉપરથી પાતળા હોય અને નીચેથી વિસ્તારવાળો હોય તે સ્થાન પર ભંડાર છુપાયેલો છે એમ સમજવું, પણ જે તેથી ઉલટું જેવામાં આવે એટલે કે તે પ્રારેહ ઉપરથી જાડા હોય અને નીચે પાતળે હેય તો ત્યાં કાંઈ ધન નથી એમ સમજવું.” આ પ્રમાણે ધાતુવાદ હું શીખ્યો હતો તે મને યાદ આવ્યું.
મારી સામે તે વખતે કેશુડાનું ઝાડ ઊગેલું હતું તેને હજાર - હોર પ્રાપ્તિ.
' મેં બરાબર ધારી ધારીને જોઈ લીધું. એ કેશુડાને
* પ્રારેહ પાતળો થતો જતો હતો તે ઉપરથી મને વિચાર થયે કે આ સ્થાનકે ઘણું ધન હોવું જોઈએ. પછી મારે નખ મારીને એ કેશુડાના ઝાડને વસ્યું એટલે તેમાંથી પીળા રંગનું દૂધ નીકળ્યું એટલે મારા મનમાં એમ થયું કે એ સ્થાન પર જરૂર સોનું દેવું જોઈએ. તે જ વખતે મારા સાગરમિત્રે મને પ્રેરણું કરી એટલે એ ઝાડની નીચેનો ભાગ ખોદી નાખવાને અને અંદર રહેલા સોનાને હાથ કરવાને હું તૈયાર થઈ ગયે. તે વખતે “નમો થાય,
૧ ક્ષીરવૃક્ષઃ જે વૃક્ષના થડ વિગેરેમાં છેદ કરવાથી દૂધ જેવો રસ નીકળે છે તે વૃક્ષા: ઉંબરો, વડ, પીપળ, મહુડો વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org