________________
પ્રકરણ ૧૮ ] સાતની દીક્ષા. અનુસુંદરની પ્રગતિ.
સુમંગળા—“ જેવા દેવના હુકમ !”
માતપિતાને આ પ્રમાણે ખેલતાં સાંભળીને સુલલિતાને ઘણા આનંદ થયા અને પેાતાના ઉપર ઘણા પાડ કર્યો-એવા શબ્દો બોલતી તે પિતામાતાને પગે પડી. પછી એણે માતપિતાને અનુસુંદર ચક્રવર્તી વિગેરેના વૃત્તાંત ટૂંકામાં કહી સંભળાવ્યા અને પેાતાને કેવી રીતે દીક્ષા લેવાનું મન થયું હતું તે પણ મુદ્દાસર જણાવ્યું. એ હકીકત સાંભળી મગધસેન રાજા અને રાણી સુમંગળાને ઘણા જ આનંદ થયો અને ખરા ભાવથી બન્નેને દીક્ષા લેવાનાં પરિણામ થઇ આવ્યાં. સૂરિમહારાજ પાસે મન્નેએ દીક્ષા લેવાની યાચના કરી. આચાર્યે મન્નેના વિચારને મજબૂત ટેકા આપ્યા.
સાતની દીક્ષા.
૧ અનુસુંદર. } ૨ શ્રીગર્ભ. ૩ કમલિની. ૪ પુંડરીક.
૫ મગધસેન.
૬ સુમંગળા. ૭ સુલલિતા.
Jain Education International
માનંદન ઉદ્યાન.
અનુસુંદર વિગેરેના દીક્ષા અવસરે મનેાનંદન ઉદ્યાન અનેક ભવ્ય પ્રાણીઓથી અને મુનિમહાત્માઓના સમુદાયથી ભરપૂર થઇ ગયું હતું, મહાન આનંદ ઉત્સવ થઇ રહ્યો હતા તેથી તે બહુ સુંદર થઈ ગયું હતું, આકાશમાંથી ઉતરી આવતાં અનેક દેવતાઓના સમુદાયોથી એની સર્વ દિશામાં ચારે તરફ ઉદ્યોત થઇ રહ્યો હતેા, સુરના ડોલ કરતા અવાજથી વિલાસ કરતી શરણાઇઓ અને વાજીંત્રોના નાદથી જાણે આખા ભુવનના અંદરના ભાગ સાંકડો થઇ ગયા હતા, અનંત અને મોટા વિસ્તારવાળી પૂજા અને સત્કારથી ઉદ્યાન બહુ શાભાયમાન લાગતું હતું અને ઉપર જણાવેલા ભવ્ય પ્રાણીએ અનેક પ્રકારનાં દાના આપતા હતા, પરસ્પર સન્માન કરતા હતા, સુંદર ગાયના ગાતા હતા અને વિદ્યાના આનંદ મેળવતા હતા, તે સર્વથી તે ખીચાખીચ ભરાઇ ગયું હતું. દીક્ષા અવસરે મનેાનંદન અગિચા ક્ષણમાત્ર આવી અદ્ભુત શાભા
૨૦૨૫
૧ અનેાનંદનઃ મનને આનંદ આપનાર, મનના જ આનંદ. આ આખેા બનાવ એના આંતર હાર્દને અંગે સમજવાના છે. મનેાનંદન ઉદ્યાન અંતરંગ રાજ્યમાં છે તે વાંચનાર સમજી શકશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org