________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૨
એહના તાતણેા વધારે મજબૂત બંધાયે તે કારણથી તેમજ આ બાપડી (તું પોતે) હજી પણ પરમાર્થરહસ્ય સમજી શકી નથી અને અત્યંત ભાળી છે એ વિચારશ્રી મારા મનમાં કરૂણા પણ ઉત્પન્ન થઇ તે કારણથી સર્વજ્ઞ મહારાજના આગમમાં બહુમાન ઉત્પન્ન થવાને પરિણામે કિલષ્ટ કર્મોના નાશ થતાં તને પણ પ્રતિબોધ થશે એ ખ્યાલથી આ સદાગમ મહાત્માની કૃપાથી જે મારા ઘણા લાંબે હેવાલ મારા જાણવામાં આવી ગયા હતા તે તને પણ સદાગમ ઉપર મહુમાન ઉત્પન્ન કરે તેવી રીતે અને સંક્ષેપમાં કહેવા છતાં પણ તેના અનંતપણાને લઇને છ મહિને પણ મહા મુશીમતે પૂરો કરી શકાય તેવા મારા હેવાલ સંક્ષેપમાં આ મહાત્મા સદાગમની કૃપાથી ત્રણ પહેારમાં તને કહી દીધા અને તે આખા હેવાલના વર્ણન દરમ્યાન તને અણુહીતસંકેતાના નામથી સંબોધી. આવી રીતે સંવેગને ઉત્પન્ન કરનાર મારા હેવાલ અને મારા આખા ભવપ્રપંચ તારા કુતૂહળને પૂરો પાડવા માટે કહી બતાવ્યો અને તે કહેતાં કહેતાં મારામાં પણ સંવેગ વધારે જામતા ગયા. ભદ્રે ! આવા પ્રકારની મારી અંતરંગ ચારી હતી, આવા પ્રકારની મારી વિડંબનાઓ હતી અને છે. મેં મારા અને પારકો હેવાલ ઉપર જણાવ્યું તે રીતે જાણ્યો અને તને કહી સંભળાવ્યા.”
૨૦૦૪
ચારાકાર ધારણ કરવાનું કારણ.
૧ ત્રણ પહેાર. આખી વાર્તા નવ કલાકમાં કહી છે. તે ધ્યાન રાખેા. બીજાં પ્રસ્તાવના પ્રકરણ ૭થી અહીં સુધી વાત કહેતાં સંસારીજીવને નવ ક્લાક થયા. તે છ માસ ચાલે તેટલી કથા છે, પણ નવ કલાકમાં સદાગમના માહાત્મ્યથી પૂરી થઇ છે. આને માટે ઉપેાધાત જુએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org