________________
૧૯૯૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ
અનુસુંદર પરિચય.
ચક્રવર્તીની સેનાને કેળાહળ કેળાહળનું કારણ અને વિચાર, સુલલિતાની શંકા અને પ્રશ્ન
અગૃહીતસંકેતા” નામકરણ, હવે આ જ ચિત્તરમ ઉદ્યાનમાં, આ જ મનંદન નામના ચૈત્યમાં આચાર્ય કેવળી સમતભદ્ર સંઘસમુદાયની વચ્ચે બેઠા છે, ધર્મની દેશના આપી રહ્યા છે, તેમની સામે મહાભદ્રા પ્રવર્તિની બેઠા છે અને ધર્મદેશના સાંભળે છે, તેની પડખે જરા દૂર પુંડરિક રાજકુમાર બેઠે બેઠે ગુરૂવક્તવ્ય સાંભળે છે, સુલલિતા પણ તે જ વખતે ત્યાં આવી પહોંચી છે, ભવ્ય પ્રાણીઓનાં ચિત્ત કેવળીમહારાજની ધર્મદેશનામાં એકતાન થઈ ગયાં છે અને એક રસે, સર્વ ભગવચનરસ ઝીલી રહ્યા છે, તેને વખતે મારા લશ્કરને મેટે અવાજ રસ્તા ઉપર થવા લાગ્યો. અવાજ વધતો જ ચાલ્યો અને ગડબડાટ વધવા લાગે એટલે આખી મંડળીના કાન ઊંચા થઈ ગયા.
એ વખતે સુલલિતાએ મહાભદ્રાને પૂછ્યું “ભગવતિ! આ આવડે મોટે અવાજ શેનો છે? આટલી ગડબડ શેની છે?” એટલે મહાભદ્રા સાધવીએ ભગવાનના મુખ તરફ નજર કરી સુલલિતાને જવાબ આપ્યો કે “મને એ બાબતની ખબર નથી. હું તે વાત જાણતી નથી.” સમતભદ્રાચાર્યે આ પ્રસંગ હાથમાં લઈ લીધે, તેમણે જોયું કે સુલલિતા રાજપુત્રીને અને પુંડરીક રાજકુંવરને પ્રતિબંધ કરવાનો આ યોગ્ય પ્રસંગ પ્રાપ્ત થયો છે, એટલે તેઓ બેલ્યા “અરે મહાભદ્રા! તને ખબર નથી કે આ તો મનુજગતિ નામની પ્રસિદ્ધ નગરી છે અને જેમાં આપણે બેઠા છીએ તે તે નગરીમાં આવેલા મહાવિદેહ નામને બજાર છે. વાત એમ બની છે કે સંસારી જીવ નામને એક મોટો ચોર છે તે આજે ચેરીના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો. એને દુષ્ટાશય વિગેરે સિપાઈઓએ પકડી જકડીને તુરત જ કમૅપરિણામ મહારાજા સમક્ષ મુદ્દામાલ સાથે રજુ કર્યો. ન્યાય ચૂકવવા બેઠેલા મહારાજાએ તે જ વખતે કાળપરિણતિ સ્વભાવ વિગેરે પિતાના સંબંધીવર્ગને પૂછી તેમની સલાહ અનુસાર એ ચેરને દેહાંતદંડની સજા કરી, એને ફાં સીએ ચઢાવવાને હુકમ કર્યો. અત્યારે એ સંસારીજીવની આસપાસ અનેક રાજપુરૂ ફરી વળેલા છે, બજારમાં થઈને મેટા કલકલ અવાજ
૧ જુઓ પૃ. ર૯૭. પં. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org