________________
પ્રકરણ ૧૪] પુંડરીક અને સામંતભદ્ર
૧૮૮૫ પુત્રજન્મની વાત કેવળી પાસે નીકળતાં સમંતભદ્ર પિતે જ બેલી ઉક્યા “આ રાજપુત્રે અગાઉ ઘણાં સારાં કાર્યોનો અભ્યાસ કર્યો છે, એ રાજાને ત્યાં જન્મ્યો તે છે, પણ એ રાજભુવનમાં લાંબો વખત ટકશે નહિ, એ આગળ જતાં દીક્ષા લેશે અને સર્વજ્ઞમહારાજના આગમને ધારણ કરનારે થશે.” આ હકીકત સાંભળીને મહાભદ્રા સાધવી પોતે ઉતર્યા હતા તે સ્થાન પર પાછા પધાર્યા.
ત્યાર પછી તે રાજપુત્રનું પુંડરીક નામ પાડવામાં આવ્યું. નામ પાડતી વખતે એગ્ય મહોત્સવ કરવામાં આવ્યું.
સુલલિતા સંદેહ-નિર્ણય. સદાગમને વધારે પરિચય,
પુંડરીક માટે બેઠવણ અને વિહાર, *હવે સુલલિતા રાજપુત્રી ફરતી ફરતી અનેક પ્રકારનાં કુતુહળે જેતી અને હસે પૂરી પાડતી એ ચિત્તરમ ઉદ્યાનમાં આવી પહોંચી. એણે જોયું તે શ્રીસંઘની વચ્ચે બેસીને સમતભદ્રસૂરિ રાજાને ત્યાં જન્મેલા નવા બાળકના ગુણોનું વર્ણન કરતા હતા. કેવળી આચાર્ય બોલ્યા-“એ પુંડરીકને શુભ (સાનુકૂળ થયેલા) કર્મપરિણામરાજાએ અને અનુકૂળ થયેલી કાળપરિણતિએ આ મનુજગતિ નગરીમાં ઉત્પન્ન કર્યો છે તેથી એ ઉત્તમ પ્રકારના ગુણવાળે થશે. ભવ્યપુરૂષ જ્યારે સુમતિ (સારી બુદ્ધિવાળો) થઈ જાય છે ત્યારે એવા જ પ્રકારના ગુણવાળ થાય છે એમાં શક શો છે?” આટલું વચન સમતભદ્રાચાર્ય કેવળી બોલ્યા તે સુલલિતાએ બરાબર સાંભળ્યું હતું, ઘણું લેકેની સમક્ષ તે વાત થઈ હતી અને વાત ચાલતી હતી ત્યારે આચાર્ય અને લેકેમાં આનંદ ઘણે દેખાતો હતો.
સુલલિતાએ આ વાત સાંભળી ત્યારે તેના મનમાં સંદેહ થયો કે આ રાજપુત્રના કર્મપરિણામ અને કાળપરિણતિ તે જનક (પિતા) અને જનની (માતા) કેમ હોઈ શકે? તેઓ વળી મનુજગતિમાં ઉત્પન્ન કેમ કરી શકે? અને આ આચાર્ય વળી ભવિષ્યમાં થનારા ગુણોની હકીકત શી રીતે જાણીને કહી શકે?—આવી શંકા તેના મનમાં થઈ તે જઈને તેણે પ્રવર્તિની મહાભદ્રાને જણાવી. મહાભદ્રાને વિચાર થયો કે આ સુલલિતા તે તદ્દન ભેળી જ રહી ! એને પ્રતિબંધ કરવાનો આ જ - ૧ અહીં બેરો. એ. એસાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૧૧૭૬ શરૂ થાય છે.
૨ જુએ પૃ. ૨૭૯. ગુણોનું વર્ણન ત્યાં વિસ્તારથી કરવામાં આવ્યું છે તે સરખા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org