________________
૧૯૮૪
ઉપમિતિ ભવપ્રપંચા થા. પ્રસ્તાવ ૮ પછીના ભવમાં અનેક પ્રકારનાં શુભ કાર્યોને સારી રીતે અભ્યાસ કર્યો. એ કલંધરના જીવને લઈને ભવિતવ્યતાએ કમલિની રાણીની કુખમાં મૂકો. જે રાત્રીએ એને કુખમાં મૂક તે રાત્રીએ રાણીએ સ્વપ્રમાં જોયું કે સર્વ અંગે બહુ સુંદર એક પુરૂષ પોતાના મુખ વાટે શરીરમાં પેઠે, વળી બહાર નીકળ્યો અને પછી તુરત જ કે માણસની સાથે તે ચાલ્યો ગયે. આ પ્રમાણે આવેલાં સ્વમની હકીકત રાણીએ પિતાના પતિ શ્રીગર્ભ રાજાને કહી સંભળાવી.
પતિએ સ્વમસંબંધી હકીકત સાંભળી, એમને ઘણે આનંદ થયે અને સહજ ખેદ પણ થયું. રાણુને કહ્યું “દેવી! તમારે એક પુત્ર થશે, પણ તમારા સ્વપ્રપરથી એમ જણાય છે કે થોડા વખત પછી એને કઈ ગુરૂ મળી આવશે તેના ઉપદેશથી બેધ પામીને એ દીક્ષા લેશે. દેવીને પુત્ર પ્રાપ્તિની બહુ જ અભિલાષા હતી તેથી તેને મનમાં ઘણે આનંદ કે. બાકીની વાત તરફ તેણે બહુ દરકાર પણ ન કરી. ત્રીજે મહિને દેવી કમલિનીને બહુ કુશળ કાર્યો કરવાના મનોરથ થયા. એને જે જે સારાં કામ કરવાનું મન થયું તે સર્વ રાજાએ પૂર્ણ કર્યું. વખત પૂરે થતાં રાણુએ પુત્રને જન્મ આપે. રાજાને સંતોષ થયો.
જન્મ મહોત્સવ સામંતભદ્રની આગાહી.
પુંડરીકની પ્રગતિ રાજાએ તે વખતે આખા નગરમાં અને રાજ્યમાં પુત્રજન્મનો મહત્સવ કરાવ્યું. તે વખતે સર્વ લેકેને જુદા જુદા પ્રકારને આનંદ
હવે સમતભદ્રઆચાર્યને નિર્મળ કેવળજ્ઞાન થયું. તે કેવળી આચાર્ય ફરતાં ફરતાં શંખનગરે આવી પહોંચ્યા અને આ ચિત્તરમ ઉદ્યાનમાં જ સ્થિત થયા. મહાભદ્રા સાધવી (પ્રવર્તિની ) જે નંદશેઠની શાળામાં ઉતર્યા હતા તેમને ખબર પડતાં તેઓ કેવળી મહારાજને વંદન કરવા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. હકીકત એમ બની કે કેવળીમહારાજ ત્યાં પધાર્યા છે એ વાતની ખબર સુલલિતાને પડી ન હતી અને મહાભદ્રા તેને વાંદવા ગયા છે એ હકીકત પણ તેના જાણવામાં ન આવી. મહાભદ્રા પ્રવતિની સમંતભદ્રાચાર્ય પાસે આવ્યા તે વખતે કેઈએ રાજાને પુત્ર થયો છે એવી વાત કરી.
૧ જાઓ રૂ. ૨૭૨. તે હકીક્ત સરખા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org