________________
પ્રકરણ ૧૩ મું.
સુલલિતા અને મહાભદ્રા.
સં તે સારીજીવની પૂર્વ કથા પૂરી કર્યા પછી તે જ સંસારીકરી જીવ અગૃહીતસંકેતા આગળ પોતાને ચોરને આકાર
છે ધારણ કરવાનાં કારણે જણાવતાં અનુસુંદર ચક્રવતી E : E તરીકે પોતાનો જન્મ અને પિતાની ઋદ્ધિ અને ભેગ
રાતિ વિલાસનું વર્ણન કરી ગયા તે આપણે ઉપરના પ્રકરણમાં જોયું. ત્યારપછી વાર્તા આગળ ચલાવતાં પ્રજ્ઞાવિશાળા અને
અગૃહીતસંકેતા કેણુ છે તેની ઓળખાણ આપતાં તેણે જ હકીકત કહેવા માંડી. મહાભદ્રા પરિચય.
કંદમુનિ અને માયા. મહાભદ્રા અને સમંતભદ્ર.
પ્રવર્તિની અને આચાર્ય, ચોરને આકાર ધારણ કરનાર સંસારીજીવ ખુલાસાઓ આપતાં અગૃહીતસંકેતાને ઉદ્દેશીને આગળ કહે છે –
બહેન અગૃહીતસંકેતા! તને યાદ હશે કે જ્યારે હું ગુણધારણ કુમાર હતો તે વખતે કંદ નામના આચાર્ય મને ઉપદેશ આપ્યો હતો. તને યાદ કરાવવા માટે ધ્યાન ખેચું છું કે તે વખતે મારો મિત્ર કુલંધર હતો અને મારી સ્ત્રી મદનમંજરી હતી. એ મારા મિત્ર અને સ્ત્રીને
૧ આની સાથે બીજા પ્રસ્તાવના પ્રકરણ ૩-૬ વાંચવાં. હવે બધી બાબતને મેળ મળતું જાય છે તેથી હકીકત બરાબર લક્ષ્યપૂર્વક વાંચવી.
૨ જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ચેાથું. કંદમુનિ ઉપદેશક હતા અને તે વખતે ખુલાસા નિર્મળાચાર્યો કર્યા હતા તે લક્ષ્યમાં રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org