________________
પ્રકરણ ૧૨] અનુસુંદર.
૧૯૭૫ થશે, એ દેવ અને દાનવને પૂજનીક થશે અને માટે ચક્રવતી થશે.” નલિની રાણી આ હકીકત સાંભળીને બહુ રાજી થયા, પતિનાં મીઠાં વચન સાંભળી તેનાં નેત્રો પુલકીત થયાં અને તે વાતને સ્વીકારી ગર્ભનું પ્રેમથી પોષણ કરવા લાગ્યા. સંપૂર્ણ સમય થતાં માતાએ મને પુણ્યોદય સાથે જન્મ આપે, મારે સુંદર આકાર જોઇને એ ઘણી રાજી થઈ અને તેના મનમાં ઘણે આનંદ વ્યાપી ગયો. પ્રિયંકરી નામની દાસી તુરત જ મારા પિતા પાસે ગઈ. અત્યંત
હર્ષના આવેશથી ગદ્ ગદ્ સ્વરે અને વિકાસ પામતી વધામણી. અને ઉલ્લાસપૂર્વક તેણે મારા પિતાશ્રીને મારા
જન્મની વધામણ આપી. મારા પિતાને આ હર્ષસમાચાર મળતાં તેઓ બહુ આનંદ પામ્યા, આખે શરીરે તેમને રેમવિકાસ થાય અને ખબર લાવનાર દાસીને તેની ઈચ્છા પ્રમાણે રાજી થાય તેટલું મોટું ઇનામ તેણે આપ્યું. પછી મારા જન્મ મહોત્સવ કરવા તેઓશ્રીએ હુકમ આપી દીધું. તે વખતે ચારે તરફ લેક તહેવાર પાળવા નીકળી પડ્યા, સુંદર કપડાં અને ઘરેણું ધારણ કરવા મંડી ગયા, ચારે તરફ રમ્ય સોંદર્યના દર્શન થવા લાગ્યા, રસપૂર્વક લેકે નાચવા લાગ્યા, વાજીત્રો વગાડવા લાગ્યા, ગાવા લાગ્યા અને મદમાં આવી જઈને એક બીજાની હરીફાઈ કરી હર્ષપ્રસંગમાં એકથી એક વધવા લાગ્યા, કેટલાક ગાયન સાંભળવા લાગ્યા, કઈક મેટી ઉજાણીએ નીકળી પડ્યા, કેઈ સારાં ભોજન કે મુખવાસ ઘેરથી સાથે લઈ બગિચાઓમાં લહેર કરવા નીકળી પડ્યા, કે પોતાના માનમાં વધારે થાય તેવા હર્ષના દ્વારે કાઢવા લાગ્યા, કેઇ સારે પ્રસંગ વિચારી દાન આપવા મંડી ગયા, કેઈ કામદેવને આદર આપવા લાગી ગયા. આવા પ્રકારનો આખા નગરમાં આનંદિત્સવ થઈ રહ્યો. આખું નગર અને આખું રાજ્ય હર્ષમાં હળીમળી ગયું. મારા જન્મ દિવસ તથા ત્યાર પછીના પાંચ દિવસ એવા આનંદમાં ગયા, કુલ છ દિવસને માટે મહોત્સવ થ, છએ દિવસ લેકોએ અનેક પ્રકારની લીલા કરી, આનંદ ક્ય અને મોજે ઉડાવી. છઠ્ઠા દિવસની રાત્રે મારાં પિતા માતા તથા સગાસંબંધીઓ
એકત્ર મળ્યા, સર્વેએ રાત્રિ જાગરણને મહોત્સવ કર્યો. નામકરણ. એ મહોત્સવ એ તે સુંદર કર્યો કે એના આનંદ
પ્રસંગમાં મત્યેકમાં સ્વર્ગ હોય એવો જેનારાને ભ્રમ થાય. એક માસ બરાબર પૂર્ણ થયા પછી શુભ પ્રસંગ જોઈ મારું અનુસુંદર નામ પાડવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org