________________
૧૭૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પાંચ ધા મને ઉછેરવા લાગી, દિવસનુદિવસ હું મોટો થવા
લાગ્યો. માતપિતાની ખાસ સંભાળથી શરીર તંદુરસ્ત ચક્રવર્તિત્વ રહ્યું અને વધતું ગયું. સમજણું થયા પછી તુરત જ
મને કળાઅભ્યાસની સર્વ સગવડ કરી આપવામાં આવી અને તે સર્વ સગવડને પૂરતો લાભ લઈને મેં કળાઓનો અભ્યાસ કર્યો, પુરૂષોગ્ય સર્વ કળાઓમાં હું કાબેલ થઈ ગયે. ત્યાર પછી હું યુવાવસ્થા પામ્યો એટલે યુવરાજપદે મારી સ્થાપના કરવામાં આવી. યુવરાજપદને મહોત્સવ કરતી વખતે પિતાશ્રીને ઘણે આનંદ થયો અને એ પણ એ પ્રસંગે ઘણે હર્ષ બતાવ્યું. સૂર્યને આકાર ધારણ કરનારા પિતાશ્રી યુગંધર ત્યાર પછી થોડે કાળે અસ્ત પામી ગયા અને માતા નલિનીને વિકાસ પણ સૂર્યના અસ્ત સાથે અસ્ત પામી ગયે, અર્થાત્ એ મારી પવિત્ર માતા પણ ભાસ્કર પછવાડે ચાલી ગઈ. ત્યાર પછી જ્યારે મારા રાજ્યાભિષેકનો પ્રસંગ ચાલતા હતો ત્યારે આયુધશાળામાં ચકરસ ઉત્પન્ન થવાના સમાચાર મળ્યા. તે વખતે વળી બીજા સુંદર તેર રો પણ ઉત્પન્ન થયાં અને વળી ૧ ચૌદરતઃ ચક્રવર્તીને ચૌદ રો ઉત્પન્ન થાય છે. તેનાં નામાદિ નીચે પ્રમાણે છે. ૧ ચકરલ (જેને લઈને તે ચક્રવર્તી કહેવાય છે,) ચક્ર સેનાની આગળ
ચાલે છે અને જરૂર પડે તો દુશ્મનનું ગળું ઉડાડી દે છે. એ રતો દેવાધિષિત હોય છે. ૨ કુંજર-રલ (ઉત્તમ હસ્તિ). ૩ દંડર (રાજ્યદંડ-વૈતાઢયની ગુફાનાં દ્વાર ઉઘાડનાર ). ૪ સેનાની રન (સેનાપતિ). ૫ અશ્વરલ (અતિ ઉત્તમ ઘેડો ). ૬ પુરોહિતર (વ્યવહારિક વિધિમાં અગ્રગામી). ૭ ગૃહપતિરલ (સૈન્યને દરેક સ્થાન પર ભેજન-ખોરાકી પૂરી
પાડનાર ર૪). ૮ વાર્ષિકી રલ (પડાવની તૈયારી કરનાર કેપ-તંબુ વિગેરે ગોઠવનાર), ૯ ચર્મરન (વિસ્તારવાળા સૈન્યને ધારણ કરનાર). ૧૦ છરલ (વિસ્તારવાળા સૈન્યને છાયા કરનાર ). ૧૧ મણિરત્ર ( અતુલ્ય કાંતિવાળો મોટા કદને કેહિનુરથી પણ ભારે
હીરે, સૂર્ય પેઠે અંધકારને નાશ કરનાર ). ૧૨ કાંકિણીરલ (ચંદ્ર પેઠે અંધકારને નાશ કરનાર. નામ લખનાર ). ૧૩ ખગરલ (જબરી તરવાર. અમેઘ). ૧૪ સીરલ ( ચકવતીનું વીર્ય ઝીલી શકે તેવી વેગવાળી સ્ત્રી–પતી ).
એ દરેક રત્ર ચક્રવતીને ઘણું ઉપયોગી છે. એનો ઉપયોગ આદીશ્વર ચરિત્રના પ્રથમ પર્વમાં છ છ જોઈ શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org