________________
પ્રકરણ ૧૨ ] અનુસુંદર.
૧૯૭૩ આવો સુંદર વિચાર સાંભળી સંસારીજીવ ચકિત થઈ ગયે, તેને અગૃહીતસંકેતા માટે માન થઈ આવ્યું અને તે વાત સ્પષ્ટ કરતાં તેણે જણાવ્યું “બહેન અગૃહીતસંકેતા! તે બહુ સારી અને સાચી તેમ જ મુદ્દા સરની વાત કરી, અત્યાર સુધી તારું નામ અગૃહતસંકેતા કહેવામાં આવતું હતું, તને વાતની અંદરનો ઊંડે ભેદ ( સંકેતો જણાય નથી એમ લાગતું હતું, તું રહસ્ય ગ્રહણ કરી શકી નથી એમ દેખાતું હતું, પણ હવે તારી આ છેલ્લી વાત પરથી તો તું નામમાત્રથી અગૃહીતસંકેતા છે પરંતુ ભાવથી-તાવથી તે વિચક્ષણ છે અર્થાત કાબેલ ( હશિયાર) થઈ ગઈ છે એમ ચોખું જણાઈ આવે છે. હવે હું આવો ચારનો આકાર ધારણ કરનારે કયા હેતુને લઈને થયે તે અંદરને હેતુ પણ તને વિસ્તારથી કહી દેવા માગું છું, તેથી તેને મારી પિતાની વર્તમાન સ્થિતિનો ખ્યાલ આવશે. તે મારી અત્યારની અવસ્થા સંબંધી હકીકત હવે સાંભળી લે.” અનુસુંદર પરિચય.
મહાવિદેહ બજારમાં સુકચ્છવિ જય-ક્ષેમપુરી,
અનુસુંદર જન્મ, ચકવત અગૃહીતસંકેતાને તે એ હકીકત જાણવાનું ખાસ કુતૂહળ જ હતું તેમાં એ બાબતની દરખાસ્ત જ જ્યારે સંસારીજીવે કરી એટલે તે તે બહુ રાજી થઈ ગઈ અને જણાવ્યું કે “જરૂર મને એ વાર્તા વિગતવાર જશું.”
અગૃહીતસંકેતાની ઈચ્છા જાણી સંસારીજીવે વાત કરવા માંડીઃ“છેલ્લા નવમા સૈવેયકથી મારી સ્ત્રી ભવિતવ્યતા અને ઉપાડીને
મનુજ ગતિ નગરીમાં આવી રહેલી ક્ષેમપુરી નામની લેમપુરી. નગરીમાં લઈ આવી. સુંદરી! તને યાદ હશે કે મનુ
જગતિમાં આવી રહેલે આ મહાવિદેહ રૂપ બજાર ઘણે મોટો છે, અતિ વિસ્તારવાળે છે અને બહુ સુંદર છે. તેમાં
૧ અહીં હકીકત કહેવા માંડી છે તે પ્રકરણ પંદરમાના અંત સુધી ચાલશે. આ ચારે પ્રકરણો તસ્કર(ચેર)નો આકાર ધારણ કરવાનું કારણ બતાવે છે. અહીંથી શરૂ થતા ભાગ હવે સર્વ બાબતને મેળ મેળવે છે, બધા પાત્રને સ્પષ્ટ બતાવે છે, છેવટે તેમની પ્રગતિ અને મોક્ષ પ્રાપ્તિ બતાવે છે. શરૂઆતમાં પૃ. ૧૦ માં જણાવ્યું હતું કે સર્વને મેળ આઠમા પ્રસ્તાવમાં મળશે તે પ્રસંગ હવે શરૂ થાય છે.
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org