________________
૧૯૬૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ છે! એમાં મારા જેવાનાં તે શા ગજ? હવે તે સિંહ (હું પોતેસંસારીજીવ) ત્યાં જવાને યોગ્ય થઈ જાય એવી સર્વ સામગ્રીઓ તૈયાર કરે એ વધારે સારું છે.”
બહેન અગૃહતસંકેતા! પછી તે એ સર્વે ઘણુ બળવાન્ થયા, મારા ઉપર સર્વે પોતાની શક્તિ પૂરા જોસથી અજમાવવા લાગ્યા, મને પૂરતી રીતે પિતાના કાબુમાં લેવા લાગ્યા અને પરિણામે તેમણે મને મારા સાધુમાર્ગમાં ઘણે શિથિળ બનાવ્યો, બહુ રીતે ભ્રષ્ટ કરાવ્યું અને મને સુખમાં લંપટ કરી દીધો, પછી તે મને એવું થવા લાગ્યું કે જરા ગરમ પણ ન ગમે, જરા ઠંડું પણ ન ગમે, જરા બાધા પીડા પરીષહ થઈ જાય છે તે પણ ન ગમે અને સર્વ પ્રકારે સુખ કેમ મળે, સ્થળ આનંદ કેમ પ્રાપ્ત થાય, પૌલિક રસમાં કેમ આસક્ત થવાય એવા જ વિચારે આવવા લાગ્યા અને એવી રીતે સુખ મેળવવાની આશા અને ઈચછામાં ભારે સાચો માર્ગ મેં તદ્દન છોડી દીધે અને હું ખેટે રસ્તે ચઢી ગયો.
એકાક્ષનિવાસે. પંચાક્ષપશુસંસ્થાને.
વિબુધાલયે, માનવાવાસે, આવી રીતે મારે જીવનકમ બદલાઈ ગયો, મારે માર્ગ પલટાઈ ગયો, મારે રસ્તો ફરી ગયે. સાધુજીવનના આખર ભાગમાં મેં વિધાન (rituals) પણ છોડી દીધાં, મારી ચેતના પણ લગભગ મૂઢ થઈ ગઈ, મને શરીરે અનેક પ્રકારના વ્યાધિઓ અને દોષ થઈ આવ્યા અને એવી બાહ્ય તેમજ આંતરિક તુચ્છ દશામાં મારા આત્માને તે હું તદન લક્ષ્યમાંથી વિસરી જ ગયે. આવી અવસ્થામાં મને આપવામાં આવેલી ગળી જીર્ણ થઈ ગઈ. તરત જ મને નવી ગોળી આપવામાં આવી તેને સ્વાદ લેતે હું
એકાક્ષનિવાસ નગરે ગયો! ત્યાં અગાઉ જણાવેલ એ કા ક્ષ નિ વા- પ્રાસાદ અને ઓરડાવાળા વનસ્પતિ નામના પાડામાં સના પાડાઓમાં. મને સ્થાપન કરવામાં આવ્યું. નવી નવી ગોળીઓ
ખાતાં ત્યાં કેટલાક કાળ રહ્યો. ત્યાર પછી મને વળી
૧ પાત થાય છે ત્યારે કેવો જબર થાય છે તે વિચારશો. આમાં અતિશયોક્તિ નથી. અગીઆરમે ગુણસ્થાનકેથી પડનારામાંના ઘણાખરા એથે ૫ણ રહી શકતા નથી, તને પહેલે જ આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org