SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] ઘનશેખર-સાગર મેત્રી. ૧૪૬૮ આ દુનિયામાં મનુષ્યપણું અથવા પુરૂષપણું એકસરખું હોવા છતાં એક દાતાર દેખાય છે અને બીજો દાન લેનાર અથવા માગનાર દેખાય છે, એક શેઠ દેખાય છે અને બીજો નકર દેખાય છે-એ સર્વ ચમત્કાર ધનને છે, એ પૈસાને પ્રકાર છે, માયાનું એ નાટક છે. આ બધી વાતનું રહસ્ય એ છે કે માણસે ગમે તેટલા પ્રયત્ન કરીને આ ભવમાં પૈસા એકઠા કરવા, પિતાના કરવા અને તેને “બરાબર સ્વીકાર કરે અને જે તેમ કરવામાં ન આવે અથવા “તેમાં ગફલતી કરવામાં આવે તો તેને મનુષ્યજન્મ નિફળ છે અને ફેરે નકામો છે એમ સમજવું. આ પ્રમાણે હકીકત હોવાથી પિતાના વડીલો પાસેથી ગમે તેટલા પૈસા આવેલા કે મળેલા હોય અને ઘરમાં મારા પિતાના ઘણું પૈસા હોય તો પણ મારે અધિક ધન મેળવવું જ જોઈએ. અરે ! જ્યાં સુધી ઝગઝગાયમાન તેજ કરતી રનની રાશિઓ અને હીરામાણેકના ઢગલાઓ હું મારા ઘરમાં મારે પિતાને હાથે આણેલાં જેઉ નહિ ત્યાં સુધી મારા જીવને ચેન કેમ પડે? મને બરાબર નિરાંત કેમ થાય? અને મારા મનને શાંતિ ક્યાંથી થઈ શકે? માટે હવે તો કઈ દૂર પરદેશમાં જઈ સર્વ પ્રકારનો પ્રયાસ કરે, ભલે તે પ્રશંસનીય હેય કે નિંદનીય હેય, પણ કોઈ પણ પ્રકારે પૈસા પેદા કરીને મારે મારું પોતાનું ઘર ભરી દેવું. આવા આવા અનેક પ્રકારના સાગરના તરંગથી વ્યાકુળ થઈને હે અગૃહતસંકેતા! હું મારા પિતાજીની પાસે ગયે. સાગરમિત્ર મારા મનમાં ધન ગમે તે પ્રકારે એકઠું કરવાના વિચારેને અંગે અંદર રહીને વધારે વધારે પ્રેરણું કર્યા જ કરતો હતો. ધનપ્રાપ્તિ માટે પરદેશ જવા નિર્ણય. તદ્વિષયે પિતા અભિપ્રાય નિર્દેશ. ધનશેખરને આગ્રહ અને અનુજ્ઞા, આગળ વાર્તા ચલાવતાં ધનશેખર (સંસારીજીવ) અગૃહીતસંકેતાને કહે છે કે સાગરમિત્રની અસરતળે હું પિતાજી પાસે ગયે ત્યારે તેમની અને મારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ ઘનશેખર–“પિતાજી! મારે ધન પેદા કરવા માટે પરદેશ જવાની ઘણું ઈચ્છા છે, ત્યાં જઈને મારી શક્તિ ફેરવું, મારું પુરૂષાર્થ બતાવું, એવો મારે વિચાર છે; તો આપશ્રી મને તેમ કરવા માટે રજા આપો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy