________________
Jain Education International
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ
મોટા મેટા વાદીઓના અખાડા રૂપ અટવીએમાં મેં સામે આવતા કુતીર્થીઓના વાદી રૂપ મસ્ત હાથીઓનાં ટાળાંનાં કુંભસ્થળા મારી ભાષારૂપ અંકુશથી તોડી નાખ્યાં, ભાંગી નાખ્યાં, વિદારી નાખ્યાં અને જ્યારે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં રહેલા ઊંડા રહસ્યજ્ઞાનની મેં વાતા વિસ્તારથી કરવા માંડી–સમજાવવા માંડી ત્યારે મોટા મોટા સેનાપતિએ સામંતે અને મહારાજાએ પણ ઊંચા સ્વરે અત્યંત સુંદર શબ્દોમાં મારી કીર્તિ ગાવા મંડી ગયા, મારા યશની ધ્વજા ફરકાવવા લાગ્યા અને મારી આબરૂના મહાન પહેા વગાડતા રહ્યા. તેઓ એટલી સારી રીતે અને એટલા મીઠા શબ્દોમાં મારી પ્રરાંસા કરતા હતા કે તેનું વર્ણન કરવું ઘણું મુરકેલ છે. દાખલા તરીકે તેઓ ખેલતા કે હે નાથ ! ખરે ખર તમે ધન્ય છે, નસીબદાર છે, તમારું જીવતર સફળ છે, તમે દુનિયા પર અવતાર લઇને પૃથ્વીને શોભાવી છે, દીપાવી છે, અલંકરી છે, તમે ખરેખર પરમ બ્રહ્મરૂપ છે, પૃથ્વીના શણગાર છે, ધર્મના દીપક છે, અપવાદ રહિત તમે સાચા સિંહુ છે. આપનું સિંહ નામ યથાર્થ છે.' આવી રીતે અનેક તીર્થીઓ, વાદીએ અને નાસ્તિકા પણ મારી સ્તુતિ કરતા રહ્યા, મને આસમાન પર ચઢાવતા ગયા અને માથાં ઝુકાન વીને મારી સમક્ષ ખડા રહેતા ચાલ્યા. છેવટે સર્વે મારી સ્તુતિ તે કરતા પણ આખરે સેવાચાકરી પણ કરવા લાગ્યા અને પૂજા પણ કરવા લાગ્યા. આવી રીતે દિન પ્રતિદિન મારૂં કામ વધતું જ ચાલ્યું.
ભવિતવ્યતાની ઉશ્કેરણી.
આવી રીતે આચાર્ય તરીકે સર્વ લેાકમાં હું મોટા અગ્રેસર મની ગયા, સર્વેમાં અત્યંત આકર્ષક બની ગયા અને સર્વે મને નમવા લાગ્યા તે વખતે એક ખાસ બનાવ મારા સંબંધમાં અન્યા તે ખરાખર ધ્યાન દઇને ભદ્રે અગૃહિતસંકેતે ! તું હવે સાંભળઃ વાત એમ બની કે મારી આવી અદ્ભુત પ્રકારની ઋદ્ધિસિદ્ધિ જોઇને મારી પાપી ભાર્યાં ભવિતવ્યતાને ઘણી અદેખાઇ થઇ આવી એ તે મારા ઉપર રૂમાન થઇ ગઇ અને મને હેરાન કરવાના ધંધા આદરી બેઠી. તેણે વિચાર કર્યો કે અગાઉ જ્યારે મહામેાહરાયના લરકરીઓએ મારી સલાહ પૂછી હતી ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે તેઓએ હમણા થોડો વખત કાઢી નાખવે, અને રાહ જોવી જ્યારે તેને યોગ્ય વખત આવશે ત્યારે તક જોઈને તેમને મારી તરફથી ખબર આપવામાં આવશે. તે મારા ઉપર આધાર રાખીને તે વખતથી નરમ પડી ગયા છે. મને હવે એમ લાગે છે કે અત્યારે તેઓના વખત ખરાબર આવી લાગ્યા
૧ જુએ પૃ. ૧૯૪૩-૪.
૧૯૫૮
For Private & Personal Use Only
www.jainelibrary.org