________________
૧૯૫૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ નામની શાળા અંજળી ભરી ભરીને અગ્નિકુંડમાં નાખવામાં આવી. એવી રીતે મહા તૈયારીઓ અને સમારંભે થઈ રહ્યા. સદાગમ પિતે જોશી થયા અને તેમની હાજરીમાં વૃષ લગ્નના અમુક અંશમાં ક્ષાંતિ કન્યા સાથે મારાં લગ્ન થયાં. મેં તેનું પાણિગ્રહણ કર્યું તે વખતે શુભપરિણુમ વિગેરે રાજાએ ઘણું હર્ષમાં આવી ગયા, નિપ્રકંપતા વિગેરે મહારાણીઓ પણ બહુ જ વિલાસમાં આવી ગઈ, તેમને બહુ આનંદ થઈ ગયે અને આખાં મંડળ ગાંડા ઘેલાં જેવાં થઈ ગયાં. તે જ વૃષ લગ્નમાં દયા વિગેરે બીજી આઠે કન્યાઓનાં પણ મારી સાથે લગ્ન થયાં.
જીવવીર્ય નામનું મોટું વિસ્તારવાળું સિંહાસન હતું જીવ વીર્ય તેની ઉપર હું તે સર્વ પનીઓ સાથે બેઠે. ચારિત્ર સિહાસને. ધર્મ રાજા વિગેરેને બહુ આનંદ થયો અને તેઓએ
પણ અનેક પ્રકારના વિલાસો તે વખતે કર્યા, બતાવ્યા. વિધાનરાદિ ઉપશાંત, અન્ય કન્યાઓ સાથે લગ્ન
સુખ સં દ હા નુ ભ વ, હવે જરા મોહરાજાની વાત કરી લઉ. અગૃહીતસંકેતા! જ્યારે હું વિદ્યાની સાથે પરણ્યો હતો ત્યારથી જ પરમાર્થથી તે મહારાજા ઘણો નરમ પડી ગયા હતા, પરંતુ એ રાજા હિમત હારે તે ન હોત, વળી એ એના આખા લશ્કરને સમુદાયઆત્મા હતા, સર્વને જીવનશ્વર હતો અને સર્વને સારભૂત હતું તેથી બળેલી દેરડી જે આકાર ધારણ કરીને પણ તે ત્યાં પડી રહ્યો હતો, એને ઘણો ત્રાસ થયે તે પણ ત્યાંથી નાસી ગયે નહેતો. ત્યાર પછી ક્ષતિ વિગેરે નવ કન્યાઓને હું પર, તે કન્યાઓ વૈશ્વાનર વિગેરેની ખાસ દુશ્મન હતી તે તો તારા સમજવામાં આવી ગયું હશે. હવે ચારિત્રધર્મરાજાએ મહરાજાના આખા લશ્કરને નસાડી મૂક્યું અને એને પાપોદય સેનાપતિ તે મેરેથી નાસી જ ગયે અને તેમ થતાં એ મહામહારાજા નરમ થઈ ગયો હતો પરંતુ છૂપાઈને છાનામાનો બેસી રહ્યો હતો તે હવે તેથી પણ વધારે નરમ પડયો અને ત્રાસ પામતો હિંસા વૈશ્વાનર વિગેરે ન જણને પિતાની સાથે લઈને બને તેટલું વધારે દૂર ચાલ્ય ગયો. આવી રીતે મારા દુશ્મનોને નાશ તે ન થયે પણ અત્યારે તેઓ દૂર નાસી ગયા.
એ પ્રમાણે હકીકત બની એટલે મારી દશ પનીઓ સાથે વિલાસમાં હું પડ્યો, તેના પ્રેમમાં પડ્યો, તેઓને ભેટ્યો, તેઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org