SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ૧ “ પ્રથમની માતા સાડા ત્રણ હાથ નજર આગળ કરાવે છે છે અને જ્યારે જૈનપુરમાં મુનિરાજ ચાલે છે ત્યારે ખાસ કરીને તેઓને કઈ પણ બીજી બાબતમાં આક્ષેપ (ખેંચાણ) ન થાય તે બાબત પર ખાસ ધ્યાન આપે છે. ૨ બીજી માતામાં એવી શક્તિ છે કે એ મુનિજન પાસે સદ બુદ્ધિથી પવિત્ર થયેલ વાક્યો જ લાવે છે, જેવી વાત બની “હોય તેવાં જ વાક્યોમાં લાવે છે, સાંભળનારને હિત કરે તેવી જ વાત બોલાવે છે, ગણ્યાગાંઠ્યા જરૂરી શબ્દમાં જ “બોલાવે છે અને તે પ્રમાણે તે સર્વદા વર્તે છે. ૩ “ત્રીજી માતામાં એવી શક્તિ છે કે ખાવાનું કારણ પ્રાપ્ત થાય ત્યારે તેઓ (યતિલકે પાસે) એ સર્વ પ્રકારના “દોષોથી રહિત આહારની શોધ કરાવે છે અને તે પણ વ્યા “જબી રીતે જ ખવરાવે છે. ૪ “ચેથી માતામાં એવી શક્તિ છે કે મુનિરાજ જ્યારે વસ્તુ પાત્ર કે ટુંકામાં કહીએ તે કઈ પણ ચીજ લે અથવા મૂકે ત્યારે તેને બરાબર જુએ છે, તેની સારી રીતે પ્રાર્થના “ કરે છે અને કઈ પણ સૂક્ષ્મ જીવને વિનાશ ન થાય તેની ખાસ સંભાળ રાખે છે. ૫ “પાંચમી માતાની એવી શકિત છે કે તેના વડે એક બહુ “સુંદર કામ થાય છે. કોઈ વખત વધારાને આહાર તજી “દેવે-ફેંકી દેવું પડતું હોય, શરીરને તજવું પડે તેવું હોય, શરીરના મળને ત્યાગ કરવો હોય, વડીનીતિ દ્વારા કરે “કાઢ હોય, ટુંકમાં કઈ પણ વસ્તુને ત્યાગ કરવો હોય ત્યારે ૧ પ્રકના વર્ણન સાથે અનુક્રમે નીચેના નામો ધારો અને વિચારો. ૧ ઇસ્યસમિતિ. ૨ ભાષાસમિતિ. ૩ એષણા સમિતિ. ૪ આદાનભંડમતનિક્ષેપણસમિતિ, ૫ પારિઝાપનિકાસમિતિ. ૬ મનગુસિ. ૭ વચનગુસિ. ૮ કાયગુસિ. ૨ પ્રમાનાર વસ્તુને સુંવાળા પદાર્થથી-રહરણું વિગેરેથી સાફ કરવી, બહુ ધીમેથી તે પર રહેલ ન દેખાય તેવા નાના જંતુઓને દૂર કરવા તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy