________________
૧૯૪૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ આર્યપુત્રને પિતાના લશ્કરને તપાસ કરવાની હોંસ થઈ આવી છે અને બધા સંયોગો જોતાં કર્મપરિણુમમહારાજા એને (એનું પોતાનું સંસારીજીવનું) લશ્કર જરૂર બતાવશે એમ લાગે છે અને આર્યપુત્ર તેનું પિષણ કરશે તેથી જે અત્યારે તમે રણે ચઢશે તો તમારે સવેને પ્રલય થઈ જશે. તેથી મારી સલાહ તે એમ છે કે હાલ તુરત તમે બધા વખત કાઢી નાખો, હાલને મામલે જરા ટાઢે પડવા દો, તમને કેઈ ન જુએ તેમ જરા બાજુ ઉપર બેસી જાઓ અને રાહ જુઓ. જ્યારે તમારે ઘા કરવાનો વખત આવી પહોંચશે ત્યારે હું જ તમને સર્વને ચેતાવીશ. તમે સર્વ સારી રીતે જાણે છે કે તમારા સર્વના કામમાં હું ખાસ ધ્યાન રાખું છું અને ચીવટપૂર્વક યોગ્ય વખતની ખબર તમને આપ્યા કરું છું. તે તમારે આ બાબતમાં ખાસ ચિંતા કરવાની શી જરૂર છે?”
ભવિતવ્યતાની આવી સલાહ સાંભળી એટલે તેઓએ ઉઘાડી લડાઈ કરવાને જે નિર્ણય કર્યો હતો તે વિચાર પડતો મૂક્યો અને તે વાત તુરતને માટે મુતવી રાખી.
મેહના કોલ અને સાધ મહામહના સૈનિકે એ લડવાનો વિચાર તે બંધ રાખ્યો પણ તેઓ સર્વ જાતે ઘણું લુચ્ચા હતા, બહુ પક્કા હતા, તેથી તેઓ ચિત્તવૃત્તિની અંદર ગુપ્તપણે આડાઅવળા ભરાઈ રહ્યા અને છાની છાની પિતાની યોગશક્તિઓ મારા ઉપર ચલાવતા રહ્યા. એ યોગશક્તિના પ્રભાવથી મારા મનમાં નવા નવા સુરંગ આવતા રહ્યા તે આ પ્રમાણેઆચાર્ય મહારાજે જણાવ્યું કે જ્યારે કન્યાઓ સાથે મારું લગ્ન
થઈ જશે ત્યાર પછી તેઓ મને દીક્ષા આપશે; પણ મોહના ઉછાળા. અહાહા ! એ દીક્ષા તો ઘણી દુષ્કર છે! એ તે બે તુચ્છ કલ્લોલ. હાથ વડે આખા સ્વયંભૂરમણ સમુદ્રને તરવા જેવી
વાત છે ! અને યતિઓની કિયા તે મરણ સુધી પાળવાની છે ! અને મારું શરીર તે સુખથી લાલનપાલન કરાયેલું
૧ To review the Army અત્યારે શહેનશાહ લશ્કરની રવી કરાવે છે, તેને તપાસે છે તે હકીકતને મળતી આ વાત છે.
- ૨ ટવયંભૂરમણઃ સર્વથી છેલ્લો સમુદ્ર. ઘણો જ મોટો છે, એને પાર પામો અશકય છે, એને બે હાથવડે તરવા પ્રયત્ન કરવો એ ધૃષ્ટતા જ છે. અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી એ છેલ્લો આવે છે. પ્રથમ જંબુદ્વીપ એક લાખ યોજન છે. પછી તેની ફરતે સમુદ્ર બમણું, ત્યાર પછીને દ્વીપ બમણે એમ ઠામબમણો થતાં છેવટે સદરહુ સમુદ્ર અસંખ્ય દ્વીપ સમુદ્ર મૂકયા ૫છી આવે છે તેથી તે કેટલો મોટો હશે તેનો સહજ ખ્યાલ આવશે. તેણે અરધું રાજલોક રોકેલું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org