________________
પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ.
૧૯૨૯ ખોટા કુતર્કો થયા કરતાં હોય તેનાં જાળાઓને તોડી “પાડે, ભાંગી નાખે, દૂર ફેંકી દે; સર્વ વસ્તુની અંદર રહેલા સાચા તત્ત્વ પર પૂર્ણ વિચાર અને મનન કરે– આવા પ્રકારના સગુણો ધારણ કરે તેને જાતે બેલાવીને મંત્રી સધ સમ્યગ્દર્શન સેનાપતિની કન્યા
“વિદ્યાને આપે છે. ૧૦ નિરીહતા, “જે પ્રાણ “નિરીહતા કન્યા સાથે લગ્ન કરવા
“ઈચ્છતો હોય તેણે હમેશા વિચાર કરે કે આ સં“સારમાં ઈચ્છાઓ થાય છે તે મનના સંતાપને બહુ વધારી મૂકનારી છે; ઇંદ્રિયના ભેગે ભોગવવાની
અભિલાષાઓ મનનાં દુ:ખ માટે થાય છે; સંસારમાં “ જન્મ થાય છે તે મરણ માટે થાય છે; પ્રિય વસ્તુ કે
જન સાથે મેળાપ થાય છે તે આખરે વિગ માટે થાય છે અને વિયેગમાં પરિણમે છે; આ સંસારની “સર્વ રચના પ્રાણી કરે છે તે રેશમીઆ કીડા જેમ પિતાના શરીર આસપાસ રેશમને વીંટાળે છે તેના જેવી છે અને કીડાને જેમ તેની પિતાની જ બનાવેલી રચના આકરા બંધનમાં નાખે છે તેમ સંસારની રચના “ પ્રાણીને પોતાને જ (રચના કરનારને જ) તીવ્ર બંધ
નમાં નાખે છે; વસ્તુઓનો સંગ્રહ કરી રાખવાની ટેવ “ કલેશને વધારનાર થાય છે, સર્વ પ્રકારના સંગે સં“બંધે હેરાનગતિ માટે થાય છે; પ્રવૃત્તિ દુઃખરૂપ છે, “ નિવૃત્તિ સુખરૂપ છે-આવા વિચારો-આવી ભાવનાઓ “જેઓ નિરંતર કર્યા જ કરે છે તેનામાં નિરીહતા
કન્યા ઘણી આસક્ત થાય છે અને આખરે આવીને
“ જાતે વરે છે. “રાજન ! તારે પિલી દશ કન્યાઓ મેળવવી છે તો તેટલા સારૂ તારે ઉપર જણાવેલા સર્વ સદ્ગુણોને વારંવાર અભ્યાસ પાડવો જોઈએ. આવી રીતે જ્યારે તું લાંબા વખત સુધી કરીશ ત્યારે પછી
૧ નિરીહતા એ ચારિત્રરાજની વિરતિથી ઉત્પન્ન થયેલી કન્યા છે. સાતમા પ્રસ્તાવનું પાત્ર છે. પરિગ્રહની મહા વિરોધી છે.
૨ દશ યતિધર્મો પર અગાઉ વિવેચન થયું છે (જુઓ પ્રસ્તાવ ચોથે પ્ર. ૩૫ મું.) ત્યાં ચારિત્રરાજના યુવરાજ પુત્ર તરીકે યતિધર્મને બતાળે છે અને તે
[ચાલું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org