________________
૧૯૨૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૮
તે પુછ્યાયે કરી આપ્યા છે? મારા મનમાં અત્યારે જે તર્ક થઈ આવ્યા છે તે એ છે કે મારાં એટલાં બધાં સુખને જો આપ સુખલેશ કહેા છે. તેા પછી સંપૂર્ણ સુખ કેવું હશે? માટે મહાત્મા ! શરીરધારીને (પ્રાણીને) સંપૂર્ણ સુખ કેવા પ્રકારનું હોય તે સમજાવવા મારાપર કૃપા કરે.”
સંપૂર્ણ સુખપર વિવેચન. દશ કન્યા પરણવાની જરૂર. તે લગ્ન વગર પ્રવ્રજ્યા પણ નિષ્ફળ
નિર્મળાચાર્ય—“ મહારાજ ગુણધારણ ! એ સંપૂર્ણ સુખનું સ્વરૂપ તારા પોતાના અનુભવથી જ તું જાણી શકીશ, એ હકીકત કહેવામાં શું વળે ?”
ગુણધારણ—“ તે સાહેબ ! કેવી રીતે બનશે ?”
નિર્મળાચાર્ય—“ રાજન્! તું દશ કન્યા પરણીશ. અત્યંત ભાવપૂર્વક તારો તે સાથે સંબંધ થશે, પ્રેમ થશે, અત્યંત આનંદપૂર્વક જ્યારે તે દશ કન્યાએ સાથે તું લીલા કરીશ, વિલાસ કરીશ, આનંદષ્ટિ કરીશ તે વખતે તને જે સુખ થશે તેની સાથે સરખામણીમાં અત્યારે તને જે સુખ થાય છે તે ઘણું જ ઓછું છે, મહુ થોડું છે અને સુખલેશના નામને બરાબર યોગ્ય છે એમ તને જણાશે.”
ગુણધારણ—“ સાહેબ! મારી તે એવી ધારણા હતી કે આ એક સદનમંજરીને પરણ્યો છું તેને પણ છોડી દઈને આપશ્રીનાં ચરણકમળની સેવામાં હાજર થઇશ, આપશ્રીની પાસે દીક્ષા લઇશ. જ્યારે સાહેબ ! પરણેલીને પણ તજવાના મારો વિચાર છે તો પછી વળી દેશ નવી કન્યા પરણવાની ખટપટમાં મારે શા માટે પડવું ?”
Jain Education International
નિર્મળાચાર્ય—“ ભાઇ! તારે એ દશ કન્યાએ સાથે તા અવશ્ય પરણવું. એ દશે કન્યાઓ સાથે તું જોડાયલા હાઇશ ત્યારે જ અમે તને પ્રત્રજ્યા (દીક્ષા) આપશું. એના હેતુ એ છે કે પ્રત્રજ્યાને અને એ દશ કન્યાઓને જરા પણ વિરોધ નથી. અને વાત તે એમ છે કે એ દશ કન્યા વગર પ્રવ્રજ્યા લેવી તે પણ નકામી છે! એ દશ કુળવાન કન્યા વગર જો કાઇ પણુ પ્રત્રજ્યા લે તે તેનું કાંઇ વળતું નથી, તે આગળ વધી શકતા નથી, તેને સુખના અનુભવ થતા નથી. તેટલા માટે તેની સાથે લગ્ન કરીને પછી જ તારે પ્રત્રજ્યા લેવી.”
For Private & Personal Use Only
www.jainelibrary.org