________________
૧૯૧૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ થયો છે તેનું કારણ તારી તેવા પ્રકારની યોગ્યતા છે.' એ તારી પિતાની ગ્યતા વગર પેલા કર્મપરિણુંમ વિગેરે બાપડા કાંઈ કરી શકતા નથી, તેઓ સુંદર પરિણામે નીપજાવી શકતા નથી કે ખરાબ ફળ ચખાડી શકતા નથી–સુંદર કે અસુંદર ફળપ્રાપ્તિ આપવાનું કાર્ય
એ ચારે મહાપુરૂષે કરે છે પણ એને મેળવી આપનાર પ્રાણીની પિતાની યોગ્યતા જ ખરૂં કામ કરે છે. તેટલા માટે તેને પિતાને થતાં સારા અથવા ખરાબ કાર્યોનું મુખ્ય કારણ તું પોતે જ છે અને તેથી કાર
માં તારી મુખ્યતા બતાવનારી વાત અનેક પ્રસંગે ગાવામાં આવે છે, કહેવામાં આવે છે.”
કાર્યોનું પરમ કારણ સુસ્થિત રાજ, પ્રભુ પરમાત્માની સિદ્ધ આજ્ઞાઓ
આજ્ઞા ઉલ્લંઘનનાં દૃશ્ય પરિણામે ગુણધારણ–“નાથ! મારા કાર્યની સાધના આપે કહ્યું તેવી રીતે થાય છે તે માટે આપને એક વધારે વાત પૂછવાની છે અને તે એ છે કે મારાં કાર્યોને અંગે ઉપર જણાવ્યાં તે જ કારણે કામ કરે છે કે હજુ કેઈ કારણ તેને અંગે જણાવવું બાકીમાં છે? બીજું પણ કઈ કારણું હોય તે મને જણાવવા કૃપા કરે.”
નિર્મળાચાર્યરાજન ! તું હવે એક વાત બરાબર સાંભળ એટલે તારા છેલ્લા પ્રશ્નનો નિર્ણય તને બરાબર બેસી જશે. એક નિતિ
૧ યોગ્યતા દરેક પ્રાણુને evolution વિકાસ જૂદા જુદા પ્રકારનો હોય છે, તે તેની લાયકાત પર આધાર રાખે છે. શરૂઆતમાં આપણે સુસાધ્ય કષ્ટસાધ્ય જીવોનો હેવાલ વાંચ્યો હતો (પૃ. ૩૫),તે ઉપરાંત આપણે ચારે તરફ જોઈએ તો દરેક પ્રાણીની કાર્યપદ્ધતિ, માનસિક પરિસ્થિતિ, આગળ વધવાની રીતિ, સંસારમરતા, આત્મપરિણતિ વિગેરે સર્વ બાબતમાં પણ ફેરફાર જોવામાં આવે છે. એ ફેરફારને લઈને જેને માટે જે સંસાર ગોઠવાય તે તેના પૂરતો પ્રપંચ છે અને તે માટે તેની યોગ્યતા જ છેવટે જવાબદાર છે. આ યોગ્યતામાં અભ્યતાને પણ સમાવેશ થાય છે. યોગ્યતા” એટલે સુંદર અસુંદર વસ્તુ એકઠી કરવા યોગ્ય આત્મવિકાસ
૨ આ પ્રકરણમાં કારણ શબ્દ દા જૂદા અર્થમાં વપરાય છે. કર્મપરિણામ આદિ ચાર કારણેને વિચાર કર્યો ત્યાં સમવાયી કારણોના અર્થમાં, આત્મા સાથે ઉપાદાન કારણના અર્થમાં તે શબ્દ વપરાયો છે. અને હવે અસિથત મહારાજને લાવવામાં આવ્યા છે તે સૃષ્ટિકર્તવને અંગે જાહેર માન્યતા ૫ર ન્યાયષ્ટિ એ ફટકો મારવા સાથે લોકમતને આઘાત ન થાય તેવી યુક્તિથી કારણ શબ્દને લઇ આવેલ છે. સુસ્થિત મહારાજની ઘટના સુંદર કરી છે, પણ એની વૈજના ન્યાય કરતાં નીતિશાસ્ત્રને અંગે વધારે શોભતી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org