SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬]. કાર્યસાધક કારણુસમાજ, ૧૯૦૯ તવ્યતા વિગેરે પર આધાર રાખનારે છે અને એ ચારેએ મળીને પેલા પાપદયને હમણું તારાથી દૂર કાઢયો છે. તે બરાબર સમજી લે. તે હકીકત આ પ્રમાણે બની છેઃ એ પેલા ચારે મહાપુરૂષોની રજા લઈને તારી પાસે સદાગમ આવ્યું છે ત્યારથી માંડીને એ પાપેદયનું જોર તેઓએ નરમ પાડી નાખ્યું. ત્યાર પછી એ પાપાપોદય દિય તારાથી જરા દૂર બેઠે છે, જરા આઘે ખસી કિના રે. ગયો છે અને તને દુઃખ આપવાના કારણભૂત થતા મટી ગયો છે અને તેમ થવાને પરિણામે પુણ્યદયને તારા સંબંધમાં વધારે અવકાશ મળે છે, સારી તક મળી છે. વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે આવું બન્યું હતું ત્યારે ત્યારે પણ તને સદાગમ ઉપર વધારે વધારે પ્રીતિ થતી હતી અને તે સદાગમના માહાસ્યથી તને વચ્ચે વચ્ચે સુખ પણ થતું હતું. વળી પેલા ચારે પુરૂષ પાપદયને, તારી નજીક કરી આપે ત્યારે વળી તું સદાગમને છોડી દેતો હત અને પાદિયની અસરતળે અનેક પ્રકારનાં દુઃખ ભોગવતો હતો. આવી રીતે એ ચારે પુરૂષો એકમત થઈને તારાં કાર્યો સંબંધી વિચાર કરતાં હતાં અને તારે કાર્યક્રમ (Programme) મુકરર કરતાં હતાં અને જે જે કરતાં હતાં તે અરસ્પરસ વિચારણું કરીને એક બીજાને મત મેળવીને સર્વાનુમતે જ કરતાં હતાં. આ સંસારમાં તેમણે અનંત વાર પુણ્યદયને તારી સાથે મેળાપ કરાવ્યું, તેને અને તેને સંબંધ કરાવ્યો અને તે વખતે પાપદયને ઢાંકી દઈને સદાગમ સાથે પણ તારે મેળાપ કરાવ્યો. ત્યાર પછી જ્યારે એ ચારે મહાપુરૂષોએ તારી પાસે ગૃહિધર્મયુક્ત સમ્યગદર્શન નામના સરદારને પિતાના તેજથી આપે ત્યારે પેલા પાપેદયને તારાથી વધારે દૂર કરી દીધે, તારી નજીક પાપોદયનું આખું લશ્કર હતું તે પણ તેને વધારે દૂર લઈ જવું પડ્યું અને તેથી તેને વધારે સુખ થયું. ત્યાર પછી તને પુણ્યદય સાથે વધારે મેળાપ થયે. તારે તેની સાથે સંબંધ વધારે ગાઢ થયે, પછી પેલા ચારે પુરૂષોએ તને પુસુંદર અસુંદ- દયની સાથે વિબુધાલયમાં મોકલી આપ્યો, ત્યાંથી રનો વિરહ વળી માનવાવાસનગરમાં લઈ આવ્યા અને તેને અને મેળાપ. અનેક પ્રકારની કલ્યાણસુખપરંપરા કરી આપી. ત્યાર પછી વળી એ ચારે જણાએ એકઠા થઈને પાપોદયને તારી પાસે મોકલ્યા, તારી નજીક કર્યો અને તેનું આખું લશ્કર જે તારાથી દૂર મોકલવામાં આવ્યું હતું તેને પણ નજીક કર્યું અને તારા સંબંધીઓને પણ તારે ત્યાગ કરાવ્યો જેથી તારા, ૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy