________________
પ્રશ્નરણ ૫]
નિર્મળાચાર્ય-સ્વમવિચાર.
૧૯૦૧
કંદમુનિ—— રાજન ! કેવળી ભગવાનની કૃપાને તમે સર્વ પ્રકારે યોગ્ય છે, હવે એ મહાત્મા કેવળજ્ઞાની મહારાજ તમને જે હકીકત કહે તે ખરાખર લક્ષ્ય રાખીને સાંભળે’
તે વખત વધારે વિનયનમ્ર થઇ મસ્તક નમાવીને હું સ્થિરતાપૂર્વક કેવળી મહારાજ ખેલે તે લક્ષ્યપૂર્વક સાંભળવા લાગ્યો. નિર્મળાચાર્ય કહેવાની શરૂઆત કરી.
નિર્મળાચાર્ય—“ રાજન! તારા સંદેહ આ પ્રમાણે છેઃ કનકાઇર વિદ્યાધરપતિએ સ્વપ્રમાં ચાર મનુષ્યા જોયાં તે ચાર કાણુ? અને તારા મિત્ર કુલધરે સ્વમમાં પાંચ મનુષ્યા જોયાં તે પાંચ કોણ? તે પાંચે તારાં સર્વ કાર્યો કરનાર કેવી રીતે છે? વળી એકે ચાર રૂપ કેમ જેયાં અને બીજાએ પાંચ રૂપ કેમ જોયાં? તેમજ તે સર્વે દેવાનાં રૂપા હતાં? કે એ બન્ને બાબત તદ્દન અર્થ વગરની માત્ર સ્વમરૂપ જ હતી ? તારા મનમાં આવા પ્રકારના સંદેહ છે? કેમ બરાબર છે?”
ગુણધારણ—“ હા સાહેબ ! ખરેખર આપશ્રીએ જેમ ફરમાવ્યું તેવા પ્રકારના જ મારા મનમાં સંદેહે છે!”
નિર્મળાચાર્ય—“ રાજા ! એ તો ઘણી મોટી કથા છે-મહુ લાંખી વાર્તા છે, તેથી એ બધી કેમ કહી શકાય અને કેવી રીતે સાંભળી શકાય ! ”
ગુણધારણ—“ ભગવન્! એમ હોય તો પણ મારા ઉપર મહેરઆની કરીને એ આખી કથા મને બરાબર સંભળાવા અને મારા સંદેહ દૂર કર.”
ભગવાન નિર્મળાચાર્યે તે વખતે અસંખ્યવહાર નગરથી માંડીને મારે આખા વૃત્તાંત બહુ સંક્ષેપમાં પણ મુદ્દાસરની દરેક વખતની રચનાના નિર્દેશપૂર્વક કહી સંભળાવ્યા.
ચાર મનુષ્યા અને પાંચ મનુષ્યેા, કર્મપરિણામની પરમ અનુકૂળતા. રાજાદેશે પુણ્યાદયસહુચરત્વ દર્શન,
વૃત્તાંત પૂર્ણ કર્યા પછી નિર્મળાચાર્યે સર્વ વાતનું રહસ્ય સમજાવ્યું તે બહુ ઉપયાગી છે, ખાસ મનન કરવા યોગ્ય છે, અહુ વિચાર કરવા
૧ આ આખા વૃત્તાંત ખીન્ન પ્રસ્તાવથી શરૂ થાય છે. કથાની શરૂઆત પ્રસ્તાવ બીજાના પ્રકરણ ૬ ઠ્ઠાની આખરથી થાય છે.
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org