________________
પ્રકરણ ૩ ]
લગ્ન અને આનંદ.
૧૮૯૩
“ વિદ્યાધરા આકાશમાં ચાલવા લાગ્યા, હું પિતાશ્રીની સાથે તેમની પડખે જયકુંજર નામના મેોટા પટ્ટહાથી પર અંબાડીમાં બેઠો, પછવાડે એક બીજા હાથી પર કુલધર બેઠો, હાથણી ઉપર માતાજી વિગેરે સ્ત્રીવર્ગ બેઠો, અમારી અગાઉ લેાકેાનું મોટું ટોળું ચાલવા લાગ્યું, તેમાં કેટલાક અનેક પ્રકારના નાચ કરતા હતા, કોઇ વિલાસ કરતા હતા, કોઇ અતિ હર્ષના આવેશમાં ઊંચા સ્વરથી મનોહર ગાયન લલકારતા હતા, કેટલાકે પેાતાના કંઠમાં સુંદર માળા પહેરી હતી, કેટલાકે ઉત્તમ પ્રકારનાં આભૂષણા પહેરી લીધાં હતાં. આથી સઘળાં મનુષ્યા દેવતા સમાન શોભી રહ્યા હતા. અત્યંત પ્રમેાદના કારણે અને થયેલાં માનસિક સુખના ભારથી તે વખતે એ ઉદ્યાન જાણે નંદનવન હાય અને નગર જાણે દેવલાક હાય તેવું લાગતું હતું. અહો સુંદરલોચના ! અત્યંત વિશાળ નિતંબ અને પાધરથી સુંદર લાગતી લલિત લલના તે વખત અત્યંત હર્ષપૂર્વક નાચ કરવા લાગી, ગાન કરવા લાગી. એવા સેંકડો પ્રકારના વિલાસે સાથે અમારા નગરમાં પ્રવેશ થયેા.”
મેાટા હાથી પર હું અને પિતાજી ! પછવાડે ફુલંધર ! પછી માતાજી અને બીજા ! આગળ નાચ કરતાં અને ગીતગાનના તાનમાં મસ્ત અનેલા નગરજના અને આબાળવૃદ્ધ સર્વ આનંદમાં ચકચુર. આવે વખતે અમારા આનંદની પણ પરિસિમા થાય તેમાં કાંઇ નવાઇ નથી. મારા પિતાશ્રીએ કનકેાદરરાજાના સર્વ વિદ્યાધરાના અને બન્ને લશ્કરના સેનાનીઓના સારી રીતે સત્કાર કર્યાં. ભદ્રે અગૃહીતસંકેતા ! તે દિવસ જાણે આખા રત્નમય હોય અથવા તે જાણે અમૃતના જ રચેલા હોય ! અથવા તા સુખરસથી ભરેલા હાય ! અથવા તે વિશેષ શું કહું? જેનું વર્ણન જ કરવું અશકય હાય ! તેવા પસાર થયા. એ દિવસે મને અત્યંત આહ્વાદ થયા, સર્વ મનારથાની સિદ્ધિ થઇ, કામદેવનું સર્વસ્વ મને તે દિવસે પ્રાપ્ત થયું, કેમકે મનમંજરી તે દિવસે મારી થઇ અને મહામૂલ્યવાળાં રત્નોના મને લાભ થયા! જેથી અર્થસંબંધી પણ મારી કલ્પનામાં પણ ન આવે તેવા મારા માથા સિદ્ધ થઇ ગયા. વળી મારા માતાપિતાને મનમાં તે દિવસે મેં ઘણા સંતેષ ઉપજાવ્યા, અંધુવર્ગમાં હર્ષ પેદા કર્યો, નાગરિકોને ઉત્સવ કરાવ્યા અને શત્રુ મારે વશ થઇ ગયા, તેથી પણ મારા મનમાં મેાટા ઉત્સવ થયા. આખે દિવસ ઘણા આનંદમાં ગયા, બહુ ઉન્નત દશા અનુભવી અને રાત્રિના પ્રથમ પ્રહર સુધી પિતાશ્રી પાસે રહીને અમે બહુ મજા કરી.
વિદ્યાધ રાના સત્કાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org