________________
પ્રકરણ ૩] લગ્ન અને આનંદ.
૧૮૮૧ આવો વિચાર કરતાં તેમને અંદરને ઈષ્યનળ શાંત થઈ ગયે એટલે જેમણે તેઓને થંભી રાખ્યા હતા તેમણે તેઓને છૂટા કર્યા. તુરત જ તેઓ આકાશમાંથી જમીન પર આવ્યા અને સર્વે મારે પગે પડ્યા.
ક્ષમા અને આનંદ, તે વખતે એ સામેથી આવતા વિદ્યારે કપાળ ઉપર બન્ને હાથ જોડીને બોલવા મંડયા “નાથ! અમારે અપરાધ માફ કરે, હવે અમે તમારા દાસ છીએ. અમારી ભૂલ થઈ ગઈ તે ક્ષમા કરે.
તેઓનું આવું વર્તન જોઇને કનકદર રાજાનો મદ પણ ગળી ગયો અને તે વખતે તે અને તેનું આખું લશ્કર પણ છૂટું થઈ ગયું, થંભાય ગયું હતું તેમાંથી મુક્ત થઈ ગયું.
પછી તે સર્વ વિદ્યાધરો હાથ જોડીને અરસ્પરસ એક બીજાને ખમાવવા લાગ્યા, માફી માગવા લાગ્યા, સર્વની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં અને જાણે સર્વ એક બીજાના સગા ભાઈઓથી પણ વધારે હોય તેવા થઈ ગયા.
મધુવારણ વિગેરેને આનંદ હવે તે વખતે કઈ ભારત મારા પિતાશ્રી મધુવારણ રાજાને સર્વ હકીકતની ખબર પડતાં તેઓ પણ ત્યાં (આહાદમંદિર બગિચામાં) આવી પહોંચ્યા. તેઓને દૂરથી આવતા જોઈ હું ઊભે થયે, મારી સાથે સર્વ વિદ્યારે પણ તેમને માન આપવા ઊભા થયા, મેં અને મદનમંજરીએ પિતાજીનાં ચરણકમળમાં નમસ્કાર કર્યા. તે વખતે મારી માતાજી વિગેરે આખું અંતઃપુર પણ ત્યાં આવી પહોંચ્યું, મંત્રીમંડળ પણ આવી પહોંચ્યું અને બીજા પણ ઘણું નગરવાસીઓ આવી પહોંચ્યા. તેમને સર્વને યથાયોગ્ય પ્રણામ વિગેરે અમે કર્યા, ખેચરોએ પણ સર્વનું યોગ્ય સન્માન કર્યું અને સર્વને ઘણે આનંદ થયો.
મારા પિતાજીને આનંદથી આખે શરીરે રોમાંચ વિકસ્વર થઈ ગયા, આંખોમાં આનંદનાં આંસુ આવી ગયાં અને તેઓ અત્યંત હર્ષમાં આવી જઈ મને ભેટી પડ્યા. મિત્ર કુલંધરે તે વખતે આ વૃત્તાંત કહી સંભળાવ્યો, જે હકીકત બની હતી તે સર્વ ટૂંકામાં પણ મુદ્દામ રીતે જણાવી દીધી, એટલે પિતાશ્રી વિગેરે સર્વને શું બન્યું હતું તે જાણવામાં આવી ગયું. તે વખતે સર્વ વિદ્યાધરે હાથ જોડી મારા પિતાશ્રીને કહેવા લાગ્યા “પ્રભુ ! (ગુણધારણ કુમાર ) અમારે દેવ છે! અમારે સ્વામી છે! તમારે આ ચિરંજીવી પુત્ર અમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org