________________
૧૮૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ટ અહીં મોટી લેહીની નદીઓ વહેશે અને ખેદાનમેદાન થશે એ તે ઠીક નહિ, આ વાત કાંઈ સારી થઈ નહિ!
એ વખતે જમીન પરથી ઊંચે ઉડવાની તૈયારી કરતા વિદ્યાધરે આ બાજુએ રહ્યા હતા અને આકાશમાં સામે ચાલ્યા આવતાં લશ્કરનો ધસારે બીજી બાજુએ ચાલુ હતો તે વખતે એક અત્યંત વિચિત્ર બનાવ બને તે સાંભળે. કેઈએ એ બન્ને લશ્કરને સ્થિર કરી દીધાં, હાલતાં ચાલતાં અટકાવી દીધાં, તેમની આંખેને
પણ સ્થિર કરી દીધી, તેઓના સર્વ વ્યાપાર બંધ શાંતિ-સ્તંભન. કરી દીધા અને બન્ને લશ્કરને તદ્દન થંભાવી દઈ
જાણે પૂતળાં જ હોય તેવાં કરી દીધાં. એક લશ્કર આકાશમાં રહ્યું, બીજું લકર જમીન પર રહ્યું, બન્ને હાલી ચાલી શકતા નથી, કેઇની આંખ પણ મટકું મારતી નથી, બન્ને લશ્કરે એક બીજાને જાણે ચિત્રમાં ચિત્રેલાં હોય તેવાં તે વખતે જેવા લાગ્યાં. આ લશ્કરવાળા સામાને જુએ છે તેઓ પણ હાલતા ચાલતા નથી અને આકાશનું લશ્કર જમીનપરના લશ્કરને જુએ છે તે પણ જાણે ચીતરાઈ ગયેલું હોય એવું દેખાવા લાગ્યું. આકાશમાં રહેલું એ લશ્કર ત્યાર પછી ચારે તરફ જોવા લાગ્યું.
તેઓએ મને મદનમંજરીની સાથે સુંદર આસન દર્શન. વિચાર પર બેઠેલે છે. તેઓએ અમને બન્નેને જોયા. નિર્ણય. નમન. ખાસ કરીને મને જે એટલે તેઓને વિચાર થયો કે
અહાહા! શું સુંદર રૂપ છે ! શી મજાની મૂર્તિ છે! વિધાતાએ નવરાશે ઘડી કાઢી હશે ! અહાહા! શી એની કાંતિ છે! અરે મુખ પરથી એના ગુણે પણ કેટલા સુંદર જણાય છે! અરે આ મહાત્મા મનુષ્યનું ધર્યું પણ કેટલું જબરું ! એની સ્થિરતા પણ બહુ મહાનું જણાય છે! ખરેખર ! મદનમંજરી વિચાર કરી લાંબી નજર પહોંચાડીને પસંદગી કરનારી તે ખરી ! એણે જાતે તપાસ કરીનેપરીક્ષા કરીને ખરેખર પિતાને યોગ્ય પતિ શોધી કાઢયો છે એમાં તે શક નહિ! અને આ નરરતે જ પિતાના તેજથી અમને સર્વને સ્તંભાવી દીધા હોય એમ લાગે છે! અહાહા! જુઓ તે ખરા! એ મદનમંજરી સાથે પોતાના મિત્ર સહિત સ્વસ્થ બેઠેલે જણાય છે, પરંતુ બીજા કેઈ એવી સ્થિતિમાં નથી! આવા મહાપુરૂષરતને મારી નાખવાની આપણે ઇચ્છા કરી એ તે ઘણું શું કર્યું અને આપણે અત્યારે થંભાઈ ગયા છીએ એ એ જ પાપનું ફળ લાગે છે. અરે! ચાલે! એ મહાપુરૂષ જ આપણે સ્વામી! અને આપણે તેના સેવકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org