________________
પ્રકરણ ૩] લગ્ન અને આનંદ
૧૮૭૭ રાજાએ કામલતાને જણાવ્યું, કુમાર કુલંધર જે રાજાની નજીક જ બેઠે હતે તેની સાથે સલાહ મેળવીને તે જ ઠેકાણે સંક્ષિપ્ત વિધિએ રાજાએ પિતાની કન્યાનું પાણિગ્રહણ કુમાર ગુણધારણ (મારી) સાથે કરાવ્યું. કદર રાજાએ વિવાહને આનંદ વર્તાવ્યું. પછી પિતાની સાથે
વજ વૈર્ય ઇદ્રનીલ મહાનલ કકેતન પદ્વરાગ મરત દા ય જે. ચૂડામણિ પુષ્પરાગ ચંદ્રકાંત રૂચક મેચક વિગેરે અને સંત પ. મૂલ્ય રત્નોથી ભરેલાં પિતાનાં વિમાન આણેલ હતાં
તે રજુ કર્યા અને કુલંધરને વિજ્ઞપ્તિ કરી–“ભદ્ર રાજપુત્ર! આ વિમાન દાયજામાં આપવા સારૂં અહીં લઈ આવ્યો છું. જેવી રીતે અમારી રાજપુત્રીને ગ્રહણ કરીને (પરણીને) કુમારશ્રીએ અમારા આનંદમાં વધારે કર્યો છે તે પ્રમાણે આ અમારાં વિમાનો અને તેની અંદરની વસ્તુઓ પણ કુમારશ્રી ગ્રહણ કરે એવી મારી વિનતિ છે.” સમયસૂચક ચતુર કુલંધર જવાબ આપતાં બોલ્યો “આપનો હુકમ પ્રમાણે છે! શિરસાવંદ્ય છે! એમાં વિનતિ કરવાને અવકાશ જ ક્યાં રહે છે? વડીલે જ્યારે પોતાની ઈચ્છામાં આવે તેવો હુકમ કરે ત્યારે તેઓએ રાજપુત્રની પ્રાર્થના કરવાનો કે તેની વિજ્ઞપ્તિ કરવાને પ્રસંગ કે સવાલ જ રહેતો નથી, તે નથી.” કનકેદર મહારાજા આવો સુંદર જવાબ સાંભળી ઘણું રાજી થયા. તેને મનમાં એમ થયું કે પોતે ખરેખર કૃતકૃત્ય થયા છે, પોતાનું જીવન સફળ થયું છે. દીકરી મદનમંજરી આજે ખરેખરી સંતોષ પામી છે અને નિશ્ચિત થઈ છે એવા વિચારથી મહારાણી કામલતા પણ ઘણું રાજી થયાં અને લવલિકા વિગેરે રાજનો આખો પરિવાર પણ હર્ષમાં આવી ગયે.
૧ વજઃ હીરો. વર્યઃ માણેક. ઇદ્રનીલઃ શનિ. મહાનલઃ મણિ. કતનઃ રન (જાતિ). પરાગઃ માણેક. મરકતઃ લીલો મણિ, પાનું, નીલમ. ચૂડામણિ માથામાં રહેલા મણિ. પુપરાગઃ પોખરાજ. ચંદ્રકાંત મણિ-રાત્રે પ્રકાશે છે. રૂચક રાતિ. એચકઃ શનિ.
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org