________________
૧૮૭૨ ઉપામતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૮
લવલિકા–“સખિ! કુંવરી! આ માતાજી અહીં આવ્યા છે! તું આમ કેમ બેઠી છે?”
લવલિકા જ્યારે આ પ્રમાણે બેલી ત્યારે દીકરીને કાંઇક ચેતના આવી, તેણે શરીર મરડ્યું, આળસ ઉડાડ્યું, ટાચકા કેડ્યા, આંખે ચલાવી-મટકાવી અને મને જોઈ. એકદમ ઉઠીને તે મારે પગે પડી.
કમલતા (હું)–“દીકરી, ચીરંજીવી થા, મારા જીવનથી પણ તારું આયુષ્ય વધે, પતિવાળી થા, સૌભાગ્યવતી થા, તારા હદયવલ્લભને જલદી મેળવ” પછી મેં એને મારા પગેથી ઉઠાડી, એને હું ભેટી પડી, એને મારા ખોળામાં બેસાડી, એને મુખકમળે ચુંબન કર્યું, એનું માથું સંધ્યું અને પછી હું બોલી “દીકરી મદનમંજરી! જરા ધીરી પડ અને દીલગીરિ છોડી દે. તું ! તારી જે ઈચ્છા છે તે લગભગ સિદ્ધ થઈ જતી હોય એમ જણાય છે ! તારા પિતાજી પણ હમણું જ અહીં આવે છે. આ બાબતમાં હવે થોડી ઘડિઓ જ બાકી હોય એમ જણાય છે.” “મારાં એવાં નસીબ ક્યાંથી હોય?” એમ ધીરેથી બોલતી નીચું મુખ કરીને દીકરી બેસી રહી.
તે વખતે સૂર્ય અસ્ત થયો, સર્વત્ર અંધકાર ફેલાય, આકાશમાં તારાઓને સમૂહ ઝગમગવા લાગે, ચકવાક ચક્રવાકીએનાં જોડલાને વિગ થઈ ગયે, કમળ બંધ થઈ ગયાં, પક્ષીઓ પિતાના માળામાં સંતાઈ ગયાં, ઘુવડ ચારે તરફ ઉડવા લાગ્યાં, ભૂત અને વૈતાળો રાજી થવા લાગ્યા, આકાશમાં ચંદ્ર ઉગે, ચંદ્રિકા ચારે તરફ પસરી રહી. પછી દીકરીના મનમાં આનંદ થાય એવી કથાઓ કહીને તેમજ બીજી યુક્તિઓ કરીને અમે મુશ્કેલી એ આખી રાત્રી પસાર કરી.
લવલિકાની શોધ, રાણુનું આગમન,
કથાની સમાપ્તિ. અનુક્રમે સૂર્યને ઉદય થયો એટલે મેં લવલિકાને કહ્યું “અરે લવલિકા! જરા આકાશમાં જઈને રાજાને (કનકેદ૨) રસ્તો તો જો, જે ને! એમને કેમ આટલી બધી વાર લાગી? તેઓ હજુ કેમ આવી પહોંચ્યા નહિ?
૧ અત્યારે પણ પુત્રપુત્રીનું માથું પ્રેમથી સુંઘવાનો રિવાજ બંગાળામાં છે. ગુજરાત કાઠિયાવાડમાં ઓવારણાં લે છે તેને મળતો આ રિવાજ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org